Get The App

ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ 1 - image


Smriti Mandhana: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના હંમેશા પોતાની રમત માટે સમાચારમાં રહે છે. ભારતની મંધાનાએ મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન ફરી એકવાર દેશ માટે સન્માન વધાર્યું છે. સ્મૃતિએ એવી યાદીમાં સ્થાન મેળવ્યું જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો પણ સમાવેશ નથી. પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિનની 2026 માટે વિશ્વના સૌથી 100 પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં ભારતની એકમાત્ર ખેલાડી મંધાનાને સ્થાન મળ્યું છે.

ટાઇમની આ યાદીમાં વિશ્વભરના એવા ખેલાડીઓ અને દિગ્ગજોના નામ છે જેઓ આજે રમતગમતની દુનિયામાં પરિવર્તન લાવી રહ્યા છે. આ યાદીમાં અમેરિકન બાસ્કેટબોલ દિગ્ગજ લેબ્રોન જેમ્સ, ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ટેનિસ સેન્સેશન કાર્લોસ અલ્કારાઝ જેવા વ્યક્તિના નામોનો સમાવેશ થાય છે. આ દિગ્ગજોની યાદીમાં 29 વર્ષીય સ્મૃતિ મંધાનાનો પણ સમાવેશ થયો છે.

રૅકોર્ડ્સની ક્વિન છે મંધાના

મંધાનાના નામે ક્રિકેટ જગતમાં અનેક મહત્ત્વપૂર્ણ રૅકોર્ડ છે. તે ઘરેલુ ODI મેચમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા છે. મંધાના ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે. સ્મૃતિના નામે કુલ 17 આંતરરાષ્ટ્રીય સદી છે, જે મહિલા ક્રિકેટમાં સંયુક્ત રીતે સૌથી વધુ છે. મંધાના એક કેલેન્ડર વર્ષમાં 1,000થી વધુ ODI રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર પણ છે.

મહિલા T20 વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત

મંધાનાએ મહિલા T20 વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી છે, જેમાં તેણે પાકિસ્તાન સામે 68 રન બનાવ્યા છે. મંધાનાએ મહિલા T20 વર્લ્ડ કપમાં માત્ર 26 ઇનિંગ્સમાં પાંચ અડધી સદી ફટકારી છે. મંધાના હરમનપ્રીત કૌર અને મિતાલી રાજ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ અડધી સદી ફટકારનારી ભારતીય બેટર છે.