રોહિત શર્માની જેમ રવીન્દ્ર જાડેજાના નામે સ્ટેડિયમમાં બનાવાશે સ્ટેન્ડ? બહેન નયનાબાએ કરી માગણી
Ravindra Jadeja Sister Naynaba demands : મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, ત્યારે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેને ફેસબુક પર એક પોસ્ટ મૂકીને રાજકોટના નિરંજન શાહ અથવા અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રવીન્દ્ર જાડેજાના નામે સ્ટેન્ડ બનાવવા માગ કરી છે.
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેને નયનાબા જાડેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'દુનિયાની સૌથી સફળ ઓલરાઉન્ડર અને સૌરાષ્ટ્રના સૌથી મોટા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામ એક સ્ટેન્ડ તો હોવું જોઈએ.'
આ પણ વાંચો: IPL 2025માંથી 9 ખેલાડી થયા બહાર, એકે તો પોતાની ટીમ માટે લીધી હતી સૌથી વધુ વિકેટ
આમ તેમણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન( SCA ) સ્ટેડિયમ અથવા તો અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રવીન્દ્ર જાડેજાના નામે સ્ટેન્ડ બનાવવા માગ કરી છે. જ્યારે આ સાથે તેમણે ચેતેશ્વર પૂજારા અને સલીમ દુરાનીના નામે પણ SCA સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનવું જોઇએ તેમ જણાવ્યું હતું.