Get The App

સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, લીડ્સના મેદાન પર ગિલ, પંત અને યશસ્વીએ રચ્યો ઇતિહાસ

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, લીડ્સના મેદાન પર ગિલ, પંત અને યશસ્વીએ રચ્યો ઇતિહાસ 1 - image


Shubman Gill, Yashasvi Jaiswal And Rishabh Pant : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ, શુભમન ગીલ અને ઋષભ પંતે સદી નોંધાવી છે, જેના કારણે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ મજબૂત સ્કોર ઉભો કરી શકી છે. ત્રણેય બેટરોએ સદી ફટકાર્યા બાદ સચિન તેંડુલકરની ભવિષ્યવાણી અને 2002માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જયસ્વાલ, ગીલ અને પંતની સદીની જેમ અગાઉ 2002માં ભારતીય ટીમના ત્રણ દિગ્ગજોએ ઈંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં સદી ફટકારી હતી.

સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, લીડ્સના મેદાન પર ગિલ, પંત અને યશસ્વીએ રચ્યો ઇતિહાસ 2 - image

લીડ્સમાં રમાઈ રહેલી મેચને લઈને વિશ્વ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરની પોસ્ટની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પંતની સદી પહેલા સચિન તેંડુલકરે ભવિષ્યવાણી કરી હતી, જે મેચના બીજા દિવસે સાચી સાબિત થઈ છે. તેંડુલકરની વાત પર જયસ્વાલ, ગિલ અને પંત ખરા ઉતર્યા છે. યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધની પ્રથમ ઈનિંગમાં 159 બોલમાં 16 ફોર અને એક સિક્સ સાથે 101 રન નોંધાવ્યા છે.

સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, લીડ્સના મેદાન પર ગિલ, પંત અને યશસ્વીએ રચ્યો ઇતિહાસ 3 - image

આ ઉપરાંત શુભમન ગીલે 227 બોલમાં 19 ફોર અને એક સિક્સ સાથે 147 રન નોંધાવ્યા હતા, ત્યારબાદ પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસ પૂરો થયા બાદ ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે ભારતની પ્રથમ દિવસની રમતની ખૂબ પ્રશંસા કરી છે. 

સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, લીડ્સના મેદાન પર ગિલ, પંત અને યશસ્વીએ રચ્યો ઇતિહાસ 4 - image

સચિને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, ‘યશસ્વી જયસ્વાલ અને કે.એલ.રાહુલે ટીમ ઈન્ડિયા માટે સારી શરૂઆત કરી.’ આ સાથે સચિને સદી ફટકારનાર ગિલ અને જયસ્વાલને અભિનંદન પાઠવ્યા છે. સચિને કહ્યું કે, ટીમ ઈન્ડિયા ઈનિંગમાં પંતનું યોગદાન ખૂબ મહત્ત્વનું રહ્યું છે. સચિને વધુમાં લખ્યું છે કે, ‘ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં ઈગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ દિવસે રમેલી ઈનિંગ્સે મને 2002માં હેડિંગ્લે ટેસ્ટની યાદ અપાવી દીધી. તે વખતે રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને મેં પ્રથમ ઈનિંગમાં સદી નોંધાવી હતી અને અમે તે ટેસ્ટ મેચ જીતી ગયા હતા.’ 

સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, લીડ્સના મેદાન પર ગિલ, પંત અને યશસ્વીએ રચ્યો ઇતિહાસ 5 - image

વર્ષ 2002ની મેચની વાત કરીએ તો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતના ત્રણ દિગ્ગજ ખેલાડીઓ સચિન, સૌરવ અને દ્રવિડે સદી ફટકારી હતી. રાહુલ દ્રવિડે 307 બોલમાં 23 ફોર ફટાકરી 148 રન નોંધાવ્યા હતા.

સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, લીડ્સના મેદાન પર ગિલ, પંત અને યશસ્વીએ રચ્યો ઇતિહાસ 6 - image

આ મેચમાં સૌરવ ગાંગુલીએ પણ દમદાર બેટીંગ કરી હતી અને તેણે 167 બોલમાં 14 ફોર અને ત્રણ સિક્સ સાથે 128 રન નોંધાવ્યા હતા.

સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, લીડ્સના મેદાન પર ગિલ, પંત અને યશસ્વીએ રચ્યો ઇતિહાસ 7 - image

ત્યારબાદ સચિન તેંડુલકર ડબલ સેન્ચ્યુરી ચુકી ગયો હતો. જોકે તેણે દમદાર બેટીંગ કરીને 330 બોલમાં 19 ફોર અને ત્રણ સિક્સ સાથે 193 રન નોંધાવ્યા હતા. સચિને જયસ્વાલ અને ગીલની સદી બાદ પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે કહ્યું કે, ‘આજે યશસ્વી અને શુભમને પોતાનો રોલ નિભાવ્યો, હવે આ મેચમાં ત્રીજો શતકવીર કોણ બનશે.’

સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, લીડ્સના મેદાન પર ગિલ, પંત અને યશસ્વીએ રચ્યો ઇતિહાસ 8 - image

ભારત-ઈંગ્લેન્ડ વિરુદ્ધની બીજા દિવસે શરૂ થયેલી મેચ એક યાદગાર બની ગઈ. બીજા દિવસની રમતમાં ઋષભ પંતે સદી નોંધાવતાની સાથે જ વર્ષ 2002ની મેચની યાદ તાજી થઈ. આ મેચમાંપેત 178 બોલમાં 12 ફોર અને છ સિક્સ ફટકારી 134 રન નોંધાવ્યા હતા. પંતની સદી બાદ સચિનની ભવિષ્યવાણી સાચી પડી ગઈ છે. લીડ્સ ટેસ્ટના બીજા દિવસે પંતે દમદાર સદી ફટકારી છે. ત્રણેયની સદી બાદ ક્રિકેટ દિગ્ગજોથી લઈને ક્રિકેટ ચાહકોને 23 વર્ષ જૂનો ઈતિહાસ યાદ આવી ગયો છે. વર્ષ 2002માં લીડ્સમાં સચિન, ગાંગુલી અને દ્રવિડે (Sourav Ganguly, Rahul Dravid, Sachin Tendulkar) સદી નોંધાવી હતી અને હવે જયસ્વાલ, ગિલ અને પંતે સદી નોંધાવી છે. 

સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, લીડ્સના મેદાન પર ગિલ, પંત અને યશસ્વીએ રચ્યો ઇતિહાસ 9 - image

પંત સદી ફટકાર્યા બાદ સચિને ઉજવણીની તસવીર શેર કરી છે અને લખ્યું છે કે, પંતની બેટિંગે મારા સેલિબ્રેશનની જેમ એન્ટરટેઈનમેન્ટ કર્યું. આ સાથે તેણે લખ્યું છે કે, ‘વેલ ડન ઋષભ પંત.’

Tags :