IPL 2025: અમ્પાયર સાથે કેમ થયો વિવાદ? શુભમન ગિલે મેચ બાદ આપ્યું મોટું નિવેદન
Image Source: Twitter
IPL 2025: શુભમન ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સની ટીમે IPL 2025 સીઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેમણે 10 માંથી 7 મેચ પોતાના નામે કરી છે અને તેમની પ્લેઓફમાં પહોંચવાની સંપૂર્ણ અપેક્ષા રાખી શકાય છે. 2 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાતની ટીમે 38 રનથી જીત મેળવી હતી, પરંતુ આ મેચમાં ગુજરાતની જીત કરતાં વધુ ચર્ચા તેના કેપ્ટન શુભમન ગિલને લઈને જોવા મળી છે, જેનો ગુસ્સો મેચમાં બે વાર અમ્પાયરના નિર્ણયને કારણે જોવા મળ્યો હતો. આ અંગે ગિલે મેચ પછી પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા.
શુભમન ગિલે મેચ બાદ આપ્યું મોટું નિવેદન
શુભમન ગિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ પછી અમ્પાયર સાથે પોતાના વિવાદ અંગે પણ નિવેદન આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે 'મારી અને અમ્પાયર વચ્ચે થોડી ચર્ચા થઈ હતી. ક્યારેક-ક્યારેક તમે તમારું 100 ટકા આપવાનો પ્રયાસ કરો છો, ત્યારે તેમાં ઘણી બધી લાગણીઓ પણ સામેલ હોય છે. કેટલીક લાગણીઓનું સામે આવવું પણ સ્વાભાવિક છે.' બીજી તરફ ગિલે પોતાની ટીમના પ્રદર્શનને લઈને પણ નિવેદનમાં કહ્યું કે, અમે ઓછા ડોટ બોલ રમવાની કોઈ યોજના નહોતી બનાવી, અમે અત્યાર સુધી આ સિઝનમાં જે રીતે રમતા આવ્યા, માત્ર તે રીતે રમવાનું ચાલુ રાખવા માગતા હતા. અમને ખબર હતી કે કાળી માટીની પિચ પર છગ્ગા મારવા સરળ નથી, પરંતુ અમારા ટોપ ઓર્ડર જે રીતે રમ્યા તેનાથી અમારા માટે સ્કોરબોર્ડને આગળ વધારવાનું થોડું સરળ બન્યું. મને ખુશી છે કે અમે આ પિચ પર અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહ્યા.
આ પણ વાંચો: વિરાટ કોહલીએ T20 ક્રિકેટથી કેમ લીધી નિવૃત્તિ? 10 મહિના બાદ તોડ્યું મૌન
ગુજરાત ટાઈટન્સ ટીમની ફિલ્ડિંગ IPL 2025ની સીઝનમાં એ સ્તરની જોવા ન મળી જેની તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. આ અંગે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ બાદ શુભમન ગિલે પોતાના નિવેદનમાં કહ્યું કે, ફિલ્ડિંગ એક એવી વસ્તુ છે જેના વિશે અમે દરેક મેચ બાદવાત કરીએ છીએ, કારણ કે અત્યાર સુધી અમે આ બાબતમાં એવરેજ સાબિત થયા છીએ, પરંતુ મને ખુશી છે કે અમે આ મેચમાં વધુ સારી ફિલ્ડિંગ કરવામાં સફળ રહ્યા.