Get The App

IPL 2025 : મુંબઈ સામે ગુજરાતની હાર થતાં ગિલની બહેન અને નહેરાના બાળકો રડી પડ્યા, VIDEO વાઈરલ

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025 : મુંબઈ સામે ગુજરાતની હાર થતાં ગિલની બહેન અને નહેરાના બાળકો રડી પડ્યા, VIDEO વાઈરલ 1 - image


Gill's sister and Nehra's children cried: શુક્રવાર, 30 મે 2025ના રોજ IPLની 18મી સીઝનની એલિમિનેટર મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 20 રનથી હરાવીને IPL 2025માંથી બહાર કરી દીધુ હતું. આ હાર સાથે જ ગુજરાત ટાઈટન્સનું IPL 2025ની ટ્રોફી જીતવાનું સ્વપ્ન પણ અધૂરું રહી ગયું. મુંબઈ ઈન્ડિયન્સના 229 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 208 રન જ બનાવી શક્યું અને મુંબઈ ઈન્ડિયન્સે મેચ જીતી લીધી. ત્યારબાદ મેદાન પર ગુજરાત ટાઈટન્સના ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ અને સ્ટેન્ડમાં બેઠેલા ઘણા લોકો ઈમોશનલ નજર આવ્યા હતા. 



ગિલની બહેન અને નહેરાના બાળકો રડી પડ્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર IndianPremierLeagueના હેન્ડલ દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ vs ગુજરાત ટાઈટન્સ મેચ પછીનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક તરફ જ્યાં મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ અને સ્ટેન્ડમાં બેઠેલા મુંબઈ ઈન્ડિયન્સના સમર્થકોમાં ખુશી છે, તો બીજી તરફ ગુજરાત ટાઈટન્સ કેમ્પમાં નિરાશા છવાઈ ગઈ છે. માત્ર ખેલાડીઓ જ નહીં, સ્ટેન્ડમાં બેઠેલા ચાહકો અને ખેલાડીઓના ફેમિલી મેમ્બર્સ પણ ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યા છે. એક તરફ ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નેહરાના બાળકો ખૂબ જ રડી રહ્યા હતા, તો બીજી તરફ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલની બહેન શહનીલ ગિલ પણ ખૂબ જ અપસેટ દેખાઈ અને તે પોતાના આંસુ ન રોકી શકી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: IPL 2025ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાતને હરાવ્યું, હવે ક્વાલિફાયર-2માં પંજાબ સાથે ટકરાશે

MI vs GT મેચ કેવી રહી

મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી એલિમિનેટર 1 મેચની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 228 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્માએ 81 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત જોની બેયરસ્ટોએ 47, સૂર્યકુમાર યાદવે 33, તિલક વર્માએ 25 અને હાર્દિક પંડ્યાએ 22 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમના ઓપનર સાઈ સુદર્શને 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી. કેપ્ટન શુભમન ગિલ માત્ર એક જ રન બનાવી શક્યો હતો. વોશિંગ્ટન સુંદરે 48 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તેમ છતાં ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર માત્ર 208 રન જ બનાવી શકી હતી અને મુંબઈ ઈન્ડિયન્સે 20 રનથી મેચ જીતી લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ એલિમિનેટર-2 મેચમાં પંજાબ કિંગ્સ સાથે છે, જે પણ ટીમ મેચ જીતશે તે 3 જૂને ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સાથે ટકરાશે.

Tags :