BIG NEWS: વનડેમાં રોહિત શર્માને બદલે શુભમન ગિલ કૅપ્ટન, ઑસ્ટ્રેલિયા સીરિઝ માટે સ્કવોડ જાહેર
India vs Australia 2025: ભારતીય ટીમ ઑક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. તેના માટે શનિવારે (ચોથી ઑક્ટોબર) ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. ટેસ્ટ મેચ પછી શુભમન ગિલને હવે વનડે ટીમનો પણ કૅપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. ટીમ પસંદગી પ્રક્રિયાની ચર્ચા કરવા માટે અમદાવાદમાં પસંદગીકારોની એક બેઠક યોજાઈ હતી. જેમાં શુભમન ગિલને રોહિત શર્માના સ્થાને વનડે કૅપ્ટન બનાવવાનો નિર્ણય લેવાયો.
ટીમ ઇન્ડિયાની વનડે ટીમ: શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.
ટીમ ઇન્ડિયાની T20 ટીમ: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન(વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.