ગિલની આ એક જીદ ટીમ ઈન્ડિયાને ભારે પડી છે, 68 સુધી ઓવર જ ન આપી : બોલિંગ કોચનો ખુલાસો
England vs India: માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલની ટીમ પર હારનો ખતર મંડરાઈ રહ્યો છે. આ માટે ખુદ ગિલ જવાબદાર છે. કોઈએ વિચાર્યું ન હતું કે તેમની જીદ ભારતીય ટીમને ભારે પડી શકે છે. ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 358 રનના જવાબમાં, ઈંગ્લેન્ડ ટીમે પહેલી ઈનિંગમાં સાત વિકેટે 544 રન બનાવી લીધા છે. ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે (24મી જુલાઈ) કેપ્લટન શુભમન ગિલની વોશિંગ્ટન સુંદરને બોલિંગ ન આપવા દેવાની જીદથી ટીમને મોટું નુકસાન થયું છે. આ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમના ઓપનરોએ સદીની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી છે. જો કે, પહેલી ઈનિંગમાં વોશિંગ્ટન સુંદરને 68 ઓવર પછી બોલિંગ કરવાની તક મળી હતી. ગિલના આ નિર્ણય પર બોલિંગ કોચ મોર્ને મોર્કેલ જણાવ્યું કે, 'મુખ્ય કોચ ગૌતમ ગંભીરની આમાં કોઈ ભૂમિકા નથી.'
મોર્કેલે ચોંકાવનારું નિવેદન આપ્યું
ચોથી ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદરને 68 ઓવર પછી બોલિંગ કરવાની તક મળી. આ મામલે, ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા પછી પ્રેસ કોન્ફરન્સમાં, ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે કહ્યું કે આ સંપૂર્ણપણે કેપ્ટન શુભમન ગિલનો નિર્ણય હતો. તે થોડા સમય માટે ઝડપી બોલરોને બોલિંગ કરાવવા માંગતા હતા. અમે જોયું કે બોલ સ્પિનિંગ અને સીમ થઈ રહ્યો હતો. તેથી ઝડપી બોલિંગ યોગ્ય રસ્તો હતો, પરંતુ અમે અમારી લેન્થ ચૂકી ગયા.'
આ પણ વાંચો: ગિલ-ગંભીરની જોડી સ્ટાર સ્પિનર કુલદીપની કેમ અવગણના કરી રહી છે? બોલિંગ કોચે ફોડ પાડ્યો
બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ચોંકાવનારું નિવેદન
ચોથી ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદરને 68 ઓવર પછી બોલિંગની તક મળવા અંગે ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે કહ્યું કે 'આ સંપૂર્ણપણે કેપ્ટન શુભમન ગિલનો નિર્ણય હતો. તે થોડા સમય માટે ઝડપી બોલરોને બોલિંગ કરાવવા માંગતા હતા. અમે જોયું કે બોલ સ્પિનિંગ અને સીમ થઈ રહ્યો હતો. તેથી ઝડપી બોલિંગ યોગ્ય રસ્તો હતો, પરંતુ અમે અમારી લેન્થ ચૂકી ગયા.'
વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરી
ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે વોશિંગ્ટન સુંદરને બોલિંગ કરવાની તક મળી ન હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડે 46 ઓવરમાં 2 વિકેટે 225 રન બનાવ્યા હતા, પરંતુ સુંદરને ત્રીજા દિવસે (25મી જુલાઈ) તક મળી હતી. વોશિંગ્ટન સુંદરને 69મી ઓવરમાં બોલિંગ કરવાની તક મળી અને 77મી ઓવરના પહેલા જ બોલ પર તેણે ઓલી પોપને 71 રને પેવેલિયન મોકલીને જો રૂટ સાથે ત્રીજી વિકેટ માટે 144 રનની ભાગીદારી તોડી નાખી.
વોશિંગ્ટન સુંદરે 81મી ઓવરના પહેલા બોલ પર હેરી બ્રૂકને 3 રને આઉટ કરીને ઈંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો. આ ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદરે અત્યાર સુધી 19 ઓવર ફેંકી છે, જેમાં તેમણે 57 રન આપીને બે વિકેટ ઝડપી છે. જો કેપ્ટન શુભમન ગિલે આ ટેસ્ટ મેચના બીજા દિવસે વોશિંગ્ટન સુંદરને બોલિંગ કરવાની તક આપી હોત, તો મેચની પરિસ્થિતિ કાંઈક અલગ હોત.