Get The App

હાર્દિક પંડ્યા સાથે ઝઘડાની અટકળો વચ્ચે શુભમન ગિલની સ્પષ્ટતા, ફોટો શેર કરી ટ્રોલર્સની બોલતી કરી બંધ

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News

હાર્દિક પંડ્યા સાથે ઝઘડાની અટકળો વચ્ચે શુભમન ગિલની સ્પષ્ટતા, ફોટો શેર કરી ટ્રોલર્સની બોલતી કરી બંધ 1 - image

Shubman Gill Hardik pandya controversy: મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ (MI vs GT) વચ્ચેની એલિમિનેટર મેચની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ મેચમાં ચાહકો શાનદાર ક્રિકેટ સાથે સાથે મેદાન પર કેટલીક હૃદયસ્પર્શી પળ પણ જોવા મળી હતી. પછી તે બુમરાહ - જયવર્ધનની વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા ગુજરાતની હાર પછી આશીષ નેહરાના બાળકોના રોવાનો વીડિયો દરેક ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક અન્ય વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાની વચ્ચે પણ ખટરાગ ચાલી રહ્યો છે. જોકે, હવે આ મામલે સાચી હકીકત સામે આવી છે. 

હાર્દિક પંડ્યા સાથે ઝઘડાની અટકળો વચ્ચે શુભમન ગિલની સ્પષ્ટતા, ફોટો શેર કરી ટ્રોલર્સની બોલતી કરી બંધ 2 - image

ગિલ અને હાર્દિક વચ્ચે કંઈક ગરબડ 

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શુભમન ગિલે ટોસ દરમિયાન જાણી જોઈને હાર્દિક પંડ્યા સાથે હાથ નહોતો મિલાવ્યો. તો કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે, ગિલ આઉટ થયા પછી હાર્દિકે તેને 'સેન્ડઓફ' આપ્યું હતું. જોકે, શુભમન ગિલે આ બધા દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. મેચ પછી ગિલે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફોટો સ્ટોરી શેર કરી હતી, જેમાં તે હાર્દિક પંડ્યા સાથે હસતો જોવા મળી રહ્યો છે. આ ફોટાના કેપ્શનમાં ગિલે લખ્યું, "ઈધર તો બસ પ્યાર હી પ્યાર હૈ". (સોશિયલ મીડિયા પર જે દેખાય છે તેના પર આંધળો વિશ્વાસ ન કરો).

શું હતો આખો મામલો?

30 મેના રોજ યોજાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ પછી હાર્દિક પંડ્યાએ ગિલ તરફ હાથ લંબાવ્યો, પરંતુ ગિલનું ધ્યાન બીજે ક્યાંક હતું અને તે જોયા વિના આગળ વધી ગયો હતો. આ ક્ષણનો વીડિયો વાયરલ થયો અને ચાહકોએ વિવિધ અટકળો શરૂ કરી દીધુ કે, બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ છે.

Tags :