ભારત-પાકિસ્તાન મેચ થવી જોઈએ કે નહીં? પૂર્વ ખેલાડીઓમાં પણ મતભેદ, જુઓ કોણે શું કહ્યું
| |
Asia Cup IND vs PAK: એશિયા કપ માટે ભારતીય ટીમનું શેડ્યૂલ જાહેર થતાની સાથે જ દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કારણ કે UAEમાં આયોજિત એશિયા કપની ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમને એક જ ગ્રુપ(ગ્રુપ A)માં રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટને લઈને ખૂબ હોબાળો થયો હતો. હવે UAEમાં 14મી સપ્ટેમ્બરના રોજ બંને ટીમની મેચ રમાશે. જેને લઈને અનેક લોકો BCCIની ખૂબ જ ટીકા કરી રહ્યા છે. ભારત-પાકિસ્તાનની મેચને લઈને ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, ચાલો જાણીએ કોને શું કહ્યું?
સૌરવ ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, 'એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી કોઈ વાંધો નથી. આતંકવાદ ન હોવો જોઈએ, પરંતુ રમત ચાલુ રહેવી જોઈએ.'
મોહમ્મદ અઝહરુદ્દીન
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને UAEમાં આયોજિત એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમને રમવા માટે મંજૂરી આપવા બદલ BCCIની ટીકા કરી છે. અઝહરુદ્દીને કહ્યું કે, 'જેની સામે તમે દ્વિપક્ષીય મેચ નથી રમી શકતા તો પછી તમારે તેમની સામે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં પણ ન રમવું જોઈએ, જો રમવું જ હોય તો દ્વિપક્ષીય મેચો પણ રમો અને ન જ રમવું હોય તો ક્યાંય પણ ન રમો.'
દાનિશ કનેરિયા
પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પર ભારત-પાકિસ્તાનની એશિયા કપ ટી-20 સામે સવાલ કર્યો હતો. તેણે કહ્યું કે, 'ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડસ મેચમાં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કર્યો અને તે નિર્ણય રાષ્ટ્ર પ્રત્યેની ફરજ ગણાવી, તો હવે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાય છે તો તેમાં કેમ વાંધો નહીં ? રમતને રમત જ રહેવા દેવી જોઈએ.'
શ્રીવત્સ ગોસ્વામી
RCB ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર શ્રીવત્સ ગોસ્વામીએ કહ્યું કે, 'ભારતે એશિયા કપ-20માં પાકિસ્તાન સામેની મેચ ફોર ફિટ કરી દેવી જોઈએ. આપણે એશિયા કપ જીતવાની જરૂર નથી. ભારત જો આ ટુર્નામેન્ટમાં ભાગ લે તો અન્ય દેશોને તેનાથી આર્થિક રીતે જંગી ફાયદો થતો હોય છે.'