પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ઝટકો, એશિયા કપની યજમાની છીનવાઈ, નવા સ્થળ અંગે ACC નિર્ણય કરશે
એશિયા કપ આ વર્ષે સપ્ટેબરમાં રમાનાર છે
ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈનકાર કર્યો હતો
Image ACC Offical |
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલએ પાકિસ્તાન પાસેથી એશિયા કપની હોસ્ટિંગ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ટુર્નામેન્ટની યોજના બનાવી રહી હતી જેને એસીસીએ નકારી કાઢી હતી.
શ્રીલંકામાં ટુર્નામેન્ટ યોજાઈ શકે
એશિયા કપમાં ભારત તેની મેચ યુએઈમાં રમવાની હતી અને બાકીની મેચો યજમાન પાકિસ્તાન કરવાની હતી. જો કે હવે આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં યોજવામાં આવી શકે છે. જો કે હજુ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. UAEમાં સપ્ટેમ્બર મહિનામાં વધુ પડતી ગરમીના કારણે ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં શ્રીલંકાને છ દેશોની આ ટૂર્નામેન્ટની યજમાની મળી શકે છે. પાકિસ્તાન પાસેથી યજમાની છિનવાઈ ગયા બાદ 2થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લે છે કે કેમ તે જોવાનું રહેશે.
ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો
BCCIએ ભારતીય ટીમને બંને દેશો વચ્ચેના રાજદ્વારી તણાવને કારણે પાકિસ્તાનમાં મોકલવાનો ઇનકાર કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વૈકલ્પિક પ્રસ્તાવ લાવવાની ફરજ પડી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પ્રસ્તાવ મૂક્યો હતો કે ભારત તેની મેચો યુએઈમાં રમે જ્યારે પાકિસ્તાન તેની મેચ પોતાની ધરતી પર રમે.
BCCIને શ્રીલંકા અને બાંગ્લાદેશનું સમર્થન મળ્યું
એશિયન ક્રિકેટ કાઉન્સિલના એક સૂત્રએ જણાવ્યું કે, પીસીબીના અધ્યક્ષ નજમ સેઠી ગઈકાલે સમર્થન મેળવવા દુબઈમાં હતા. જો કે પાકિસ્તાનના કરાચી અથવા લાહોરમાં અને ભારતની યુનાઈટેડ આરબ અમીરાતમાં તેની મેચો રમાડવાની તેની દરખાસ્ત કોઈની તરફેણમાં આવી ન હતી. શ્રીલંકા હંમેશા BCCIની સાથે હતું અને હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ આ વિચારની સમર્થનમાં હોવાનું જાણવા મળ્યું છે.