હાર્દિક પંડ્યા સાથે સરખામણી પર કેમ ભડક્યો શિવમ દુબે? આપ્યું મોટું નિવેદન
Asia Cup 2025: એશિયા કપ 2025ની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ UAEને 9 વિકેટથી હરાવી શાનદાર જીત હાંસલ કરી છે. આ મેચમાં સૌથી વધારે ચર્ચા ઓલરાઉન્ડર શિવમ દૂબેની રહી છે, જેણે 2 ઓવરમાં માત્ર 4 રન આપી 3 વિકેટ લઈ વિપક્ષી બેટરોની કમર કસી નાખી. સારી બોલિંગને કારણે ફરી દૂબેની સરખામણી હાર્દિક પંડ્યા સાથે થવા લાગી છે, પરંતુ હવે આ સરખામણીની ચર્ચા વચ્ચે શિવમ દૂબેની પ્રતિક્રિયા સામે આવી છે.
શું કહ્યું શિવમ દૂબેએ?
મેચ પછી મીડિયા સાથે વાત કરતા શિવમ દૂબેએ કહ્યું, 'હાર્દિક મારો ભાઈ જેવો છે. હું તેની પાસેથી ઘણુ શીખું છું. તેની પાસે IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ખૂબ સારો અનુભવ છે. મારી સરખામણી તેની સાથે કરવી ખોટુ છે, કારણ કે હું અત્યારે શીખી રહ્યો છું અને મારું ફોકસ હાર્દિક પાસેથી શીખીને પોતાને શ્રેષ્ઠ બનાવવાનું છે.'
દૂબેનું અપ્રતિમ પ્રદર્શન
છેલ્લા ઘણા મહિનાઓથી શિવમ દૂબે ભારતીય ટીમનો એક મહત્ત્વનો ખેલાડી છે. બેટિંગમાં તેની પાવર હીટિંગ પહેલાથી જ તેની ઓળખ રહી છે, પણ હવે બોલિંગમાં પણ તેનું પ્રદર્શન ખૂબ સારુ રહ્યું છે. UAE સામે તેની બોલિંગે સાબિત કર્યું કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીરનો તેની પર વિશ્વાસ છે.
પાકિસ્તાનની મેચ પર સૌની નજર
ભારતની બીજી મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામે રમાશે. આ હાઇ-વૉલ્ટેજ મેચ પહેલા દૂબેએ કહ્યું, 'હું ગમે તે ટીમ સામે રમું, પણ મારી કોશિશ રહે છે કે ગંભીર ભાઈ (કોચ) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ જે મને શિખાડાવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. મારી માટે ભારત માટે રમવું એ જવાબદારી અને સન્માનની વાત છે.' ચાહકોને પણ આશા છે કે પાકિસ્તાન સામેની મેચ પહેલા દૂબે બેટિંગ અને દમદાર બોલિંગથી પાકિસ્તાનના ખેલાડીઓની કમર કસી નાખશે.