સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલિએ બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી
મુંબઈ, તા. 01 માર્ચ 2023 બુધવાર
મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલિ તેંડુલકરે મંગળવારે માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી. સચિન તેંડુલકરે બિલ ગેટ્સ સાથે પોતાની મુલાકાતનો ફોટો ટ્વીટર પર શેર કર્યો છે. તસવીરમાં તેંડુલકર અને તેમની પત્ની અંજલિને ગેટ્સ સાથે પોઝ આપતા જોઈ શકાય છે.
પૂર્વ ક્રિકેટરે પોતાના ફોટાના કેપ્શનમાં લખ્યુ છે કે અમે બધા સમગ્ર જીવનના વિદ્યાર્થી છીએ. આજે બાળકોના શિક્ષણ અને આરોગ્ય સેવા સહિત પરોપકાર પર દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરવાનો અને શીખવાનો એક શાનદાર અવસર હતો. જેની પર સચિન તેંડુલકર ફાઉન્ડેશન કામ કરે છે. તેમણે કહ્યુ કે વિચારોને શેર કરવા દુનિયાના પડકારોનો ઉકેલ લાવવાની એક શક્તિશાળી રીત છે. બિલ ગેટ્સ તમારી અંતદ્રષ્ટિ માટે આભાર. ઉલ્લેખનીય છે કે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર તે જૂથનો ભાગ હતા જેણે બિલ ગેટ્સ સાથે ચર્ચામાં ભાગ લીધો હતો.
આ મુદ્દે કરવામાં આવી ચર્ચા
આ દરમિયાન ચર્ચા થઈ કે કેવી રીતે પરોપકારી પ્રયાસ સાર્થક ભાગીદારીને પ્રેરિત કરી શકે છે અને દુનિયા પર સ્થાયી પ્રભાવ નાખી શકે છે. બેઠકનું આયોજન બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યુ હતુ જે સમગ્ર વિશ્વમાં વિભિન્ન સામાજિક અને આર્થિક મુદ્દા પર કામ કરે છે.
પરોપકારી કાર્યો માટે પ્રસિદ્ધ છે સચિન તેંડુલકર
49 વર્ષીય સચિન તેંડુલકરને વ્યાપક રીતે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મહાન બેટ્સમેનોમાંના એક માનવામાં આવે છે. તેમને ભારતમાં પોતાના પરોપકારી કાર્યો માટે પણ ઓળખવામાં આવે છે. ખાસકરીને સચિન તેંડુલકર ફાઉન્ડેશનના માધ્યમથી બાળકોના શિક્ષણ અને આરોગ્ય સેવા ક્ષેત્રે.