Get The App

IPL 2025 પ્લઑફ પહેલા 3 ખેલાડીઓએ મુંબઈ ઈન્ડિયન્સને કહ્યું ગુડબાય, હાર્દિકનું ટેન્શન વધ્યું

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025 પ્લઑફ પહેલા 3 ખેલાડીઓએ મુંબઈ ઈન્ડિયન્સને કહ્યું ગુડબાય, હાર્દિકનું ટેન્શન વધ્યું 1 - image


IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે હવે કપરાં ચઢાણ છે. પંજાબ કિંગ્સ (PBKS) સામે હાર્યા બાદ તેઓ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. તેને એલિમિનેટરમાં ગુજરાત ટાઈટન્સ (GT) અથવા રોયલ ચેલેન્જર્સ બેંગાલુરૂ (RCB) સામે ટકરાવું પડશે. આ પહેલા ત્રણ ખેલાડીઓએ મુંબઈ ઈન્ડિયન્સને ગુડબાય કહી દીધું છે. તેના જવાથી હાર્દિક પંડ્યાની મુશ્કેલી વધી ગઈ છે.

રયાન રિકેલટન, કૉર્બિન બૉશ અને વિલ જેક્સ રાષ્ટ્રીય ટીમની પ્રતિબદ્ધતાઓને કારણે સ્વદેશ પરત ફર્યા છે. રિકેલ્ટન અને બૉશ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમમાં જોડાશે, જ્યારે જેક્સ 29 મેથી વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થતી ODI અને T20 શ્રેણી માટે ઇંગ્લેન્ડ સાથે જોડાશે.

ફેરવેલ વીડિયો

મુંબઈ ઈન્ડિયન્સે એક ફેરવેલ વીડિયો શેર કર્યો છે, જેમાં મુખ્ય કોચ મહેલા જયવર્ધને ત્રણેય ખેલાડીઓ માટે ભાવુક ભાષણ આપતા જોવા મળે છે. આ ત્રણ વિદેશી ખેલાડીઓના ગયા પછી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં નોંધપાત્ર ફેરફારોની જરૂર પડી. વિકેટકીપર રિકેલ્ટન અને જેક્સ સમગ્ર સિઝન દરમિયાન ટીમના મહત્વપૂર્ણ ભાગ રહ્યા.


આ છે રિપ્લેસમેન્ટ

રિકેલ્ટને 14 મેચમાં 3 અડધી સદીની મદદથી 388 રન બનાવ્યા હતા. વિલ જેક્સે 13 મેચની 11 ઇનિંગ્સમાં 233 રન બનાવ્યા હતા. જેમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે 6 વિકેટ પણ લીધી. બૉશે 3 મેચની 2 ઇનિંગ્સમાં 47 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 32 છે. આ ઉપરાંત તેણે 1 વિકેટ પણ લીધી. મુંબઈ ઇન્ડિયન્સે આ ત્રણેય ખેલાડીઓના સ્થાને જોની બેયરસ્ટો, રિચાર્ડ ગ્લીસન અને ચરિથ અસલંકાને ટીમમાં સામેલ કર્યા છે.

Tags :