VIDEO : ઋતુરાજ ગાયકવાડે 134 રન ફટકારી રચ્યો ઈતિહાસ: કોહલી-પૂજારાને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Best Batting Average in List A Cricket : ભારતીય ક્રિકેટ ટીમના બેટર ઋતુરાજ ગાયકવાડે 134 રન ફટકારીને ઈતિહાસ રચ્યો છે. તેણે વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાને પાછળ છોડી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ગાયકવાડે આજે (8 જાન્યુઆરી) વિજય હઝારે ટ્રોફીમાં ગોવા વિરુદ્ધ 134 રન નોંધાવી લિસ્ટ-એ કેરિયરમાં 20મી સેન્ચ્યુરી ફટકારી છે. તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં વિશ્વમાં સૌથી ઝડપી અને શ્રેષ્ઠ ‘બેટિંગ સ્ટ્રાઈક રેટ’થી રન બનાવી ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટર માઈકલ બેવાનનો પણ રેકોર્ડ તોડ્યો છે.
ગાયકવાડે સાત ઈનિંગમાં 413 રન નોંધાવ્યા
વિજય હજારો ટ્રેફી હેઠળ આજે મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચે 50-50 ઓવરની મેચ રમાઈ હતી. જેમાં ગોવા તરફથી રમી રહેલો ગાયકવાડ 2025-26માં મહારાષ્ટ્ર માટે સૌથી વધુ રન બનાવનાર બેટર પણ બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં સાત ઈનિંગમાં 82.60ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 413 રન નોંધાવ્યા છે. તેણે આ ટુર્નામેન્ટમાં બે સદી અને એક અડધી સદી ફટકારી છે.
🚨 Ruturaj Gaikwad Show in Vijay Hazare Trophy
— Tejash (@Tejashyyyyy) January 8, 2026
Runs - 134
Balls - 131
4/6 - 8/6
Maharastra was 5 down on Just 25 runs and then he scored valuable century.
He deserved the part of Indian ODI squad but he got dropped due to politics of Gautam Gambhir 💔pic.twitter.com/Ts0ubxdo1b
ગાયકવાડે નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ
લિસ્ટ-એ ક્રિકેટમાં જે બેટરોએ ઓછામાં ઓછા 50 ઈનિંગ રમી છે, તેઓમાંથી ગાયકવાડની સ્ટ્રાઈક રેટ સૌથી શ્રેષ્ઠ છે. ગાયકવાડે લિસ્ટ-એ કેરિયરમાં 95 ઈનિંગમાં 5060 રન નોંધાવ્યા છે, જેનો કુલ સ્ટ્રાઈક રેટ 58.83 છે, જે લિસ્ટ-એ ક્રિકેટમાં અન્ય બેટરોથી વધુ છે. આમાં સૌપ્રથમ નામ 57.86નો સ્ટ્રાઈક રેટ ધરવતા ઓસ્ટ્રેલિયન ખેલાડી માઈકલ બેવનનું નામ હતું, જોકે ગાયકવાડે બેવનની સાથે કોહલી અને પુજારાનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ પણ વાંચો : 7 ચોગ્ગા, 5 છગ્ગા, 15 બોલમાં ફિફ્ટી... લિસ્ટ A ક્રિકેટમાં સરફરાઝ ખાનની ઐતિહાસિક બેટિંગ
સૌથી ઝડપી સ્ટ્રાઈક રેટથી રન નોંધાવનાર ટોપ-5 બેટર
- 58.83 - ઋતુરાજ ગાયકવાડ
- 57.86 - માઈકલ બેવન
- 57.76 - સેમ હઈન
- 57.27 - વિરાટ કોહલી
- 57.01 - ચેતેશ્વર પૂજારા
ગાયકવાડ ન્યુઝીલેન્ડ વિરુદ્ધની ODI સિરીઝમાંથી બહાર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી વન-ડે સિરીઝ શરૂ થવાની છે. બંને દેશો વચ્ચે કુલ ત્રણ વન-ડે મેચ રમાવાની છે. બીજી મેચ 14મીએ જ્યારે ત્રીજી મેચ 18 જાન્યુઆરીએ રમાવાની છે. જોકે આ સિરીઝમાં ગાયકવાડનો સમાવેશ કરાયો નથી. અગાઉ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની મેચમાં શ્રેયસ અય્યર ગેરહાજર હોવાના કારણે ગાયકવાડનો સમાવેશ કરાયો હતો, જેમાં તેણે ચોથા નંબરે આવીને સદી નોંધાવી હતી. તેમ છતાં તેને ન્યુઝીલેન્ડ વિરુદ્ધની સિરીઝમાં સામેલ કરાયો નથી. હવે વન-ડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યર પરત આવી ગયો છે. આવી સ્થિતિમાં ગાયકવાડ માટે ઓપનિંગ કે મિડલ ઓર્ડરમાં સ્થાન બચ્યું નથી.








