Sports

ભારત આવી રહેલા મેસી સાથે એક ફોટોનો ખર્ચો લાખોમાં! ટિકિટની કિંમત જાણી ફેન્સ પણ ચોંક્યા

By GS TEAM
12 Dec 20252 mins read
TukuTouch Logo
આર્જેન્ટિનાનો મહાન ફૂટબોલર લિયોનેલ મેસી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવી રહ્યો છે. તેનું શેડ્યૂલ ઘણું વ્યસ્ત રહેવાનું છે, કારણ કે તે 13, 14 અને 15 ડિસેમ્બરના રોજ દેશના વિવિધ શહેરોમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમજ આ મુલાકાત દરમિયાન, તે પીએમ મોદી, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન, ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલી સહિત ઘણી જાણીતી હસ્તીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત આવી રહેલા મેસી સાથે એક ફોટોનો ખર્ચો લાખોમાં! ટિકિટની કિંમત જાણી ફેન્સ પણ ચોંક્યા
(IMAGE - IANS)

Lionel Messi India Visit: આર્જેન્ટિનાનો મહાન ફૂટબોલર લિયોનેલ મેસી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવી રહ્યો છે. તેનું શેડ્યૂલ ઘણું વ્યસ્ત રહેવાનું છે, કારણ કે તે 13, 14 અને 15 ડિસેમ્બરના રોજ દેશના વિવિધ શહેરોમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમજ આ મુલાકાત દરમિયાન, તે પીએમ મોદી, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન, ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલી સહિત ઘણી જાણીતી હસ્તીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરશે.

ભારત આવી રહેલા મેસી સાથે એક ફોટોનો ખર્ચો લાખોમાં! 

સ્પેનના ક્લબ બાર્સેલોનામાં મેસી સાથે લાંબા સમય સુધી રમેલા સ્ટ્રાઇકર લુઈસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા રોડ્રિગો ડી પોલ પણ ભારત આવશે. અહેવાલો અનુસાર, 'ધ GOAT ઇન્ડિયા ટૂર'ના આયોજકોએ જાહેરાત કરી છે કે આ આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી સાથે એક ફોટોગ્રાફનો ખર્ચ GST સિવાય ₹9.95 લાખ થશે. આ પ્રીમિયમ મીટ-એન્ડ-ગ્રીટ ઇવેન્ટ હૈદરાબાદના આઇકોનિક ફલકનુમા પેલેસ ખાતે આયોજિત થશે અને તેના માટે માત્ર 100 એક્સક્લુઝિવ સ્લોટ્સ ઉપલબ્ધ છે.

મેસીના 3 દિવસીય ભારત પ્રવાસ

મેસી મિયામીથી નીકળીને દુબઈમાં જેટ લેગ મેનેજ કર્યા બાદ, સવારે 1:30 વાગ્યે કોલકાતા પહોંચશે. કોલકાતામાં તેનું શેડ્યૂલ વ્યસ્ત રહેશે, જેમાં તે સવારે 9:30થી લોકોને મળશે અને સેલિબ્રિટી-ફ્રેન્ડલી મેચ જેવી ઇવેન્ટ્સમાં ભાગ લેશે. તેની મુલાકાત સૌરવ ગાંગુલી, મમતા બેનર્જી અને શાહરૂખ ખાન સાથે થશે, અને બપોરે 2 વાગ્યે તે હૈદરાબાદ જવા રવાના થશે.

હૈદરાબાદમાં, મેસી રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 7v7 ફૂટબોલ મેચમાં ભાગ લેશે, જેમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ જોડાશે. સાંજે મેસીના સન્માનમાં મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન થશે. ત્યારબાદ મેસી મુંબઈ જશે, જ્યાં તે ચેરિટી માટે ફંડ એકઠું કરવા માટે ફેશન શોમાં ભાગ લેશે. તેમજ 2022 વર્લ્ડ કપની યાદગાર વસ્તુઓની હરાજી થશે. મુંબઈના કાર્યક્રમમાં લુઈસ સુઆરેઝનો એક સ્પેનિશ મ્યુઝિક શો પણ સામેલ છે.

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડની જીત સાથે જ ભારતીય ટીમને ઝટકો, WTCની ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થશે!

દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત

મેસીનો ભારત પ્રવાસ દિલ્હીમાં સમાપ્ત થશે. દેશની રાજધાનીમાં, તે પીએમ મોદી સાથે મુલાકાત કરશે અને અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

મેસી બીજી વખત ભારત આવી રહ્યો છે. અગાઉ, 2011માં જ્યારે આર્જેન્ટિનાએ સોલ્ટ લેક સ્ટેડિયમમાં વેનેઝુએલા સામે એક ફ્રેન્ડલી મેચ રમી હતી, ત્યારે તે ભારત આવ્યો હતો. તે મેચમાં મેસીએ સારું પ્રદર્શન કર્યું હતું અને આર્જેન્ટિનાની 1-0ની જીતમાં એક ગોલ માટે સહાય પણ કરી હતી.