Get The App

IPL 2025: હવે RCBના કેપ્ટનને પણ MI સામે જીત બાદ મળી સજા, BCCIએ ફટકાર્યો દંડ

Updated: Apr 8th, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025: હવે RCBના કેપ્ટનને પણ MI સામે જીત બાદ મળી સજા, BCCIએ ફટકાર્યો દંડ 1 - image


Image Source: Twitter

IPL 2025, MI vs RCB: મુંબઈ ઈન્ડિયન્સ સામેની શાનદાર જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટન રજત પાટીદારને સજા મળી છે. BCCIએ પાટીદાર પર દંડ ફટકાર્યો છે. IPL 2025ની 20મી મેચમાં બેંગલુરુએ મુંબઈ પર 12 રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. આ RCBનો 4 મેચમાં ત્રીજો વિજય છે. જ્યારે પાંચ મેચમાં મુંબઈની આ ચોથી હાર છે. RCBએ મુંબઈને 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં હાર્દિક પંડ્યાની ટીમ 9 વિકેટે માત્ર 209 રન જ બનાવી શકી હતી.

આ શાનદાર જીત બાદ બેંગલુરુના કેપ્ટન પાટીદાર પર મેચ દરમિયાન IPLના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. BCCIએ મંગળવારે રજત પાટિદાર પર સ્લો ઓવર રન રેટના કારણે દંડ ફટકાર્યો છે. 

IPLના નિયમોનું ઉલ્લંઘન બદલ મળી સજા

બેંગલુરુએ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાયેલી મેચ દરમિયાન સ્લો ઓવર રેટ જાળવી રાખ્યો હતો. સિઝનમાં ટીમનો આ પહેલો ગુનો હતો, તેથી ન્યૂનતમ ઓવર-રેટ ગુનાઓ સાથે સંબંધિત IPLની આચારસંહિતાની કલમ 2.22 હેઠળ કેપ્ટન પાટીદાર પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  પાટિદાર સ્લો ઓવર રેટ માટે સજા મેળવનાર ચોથો કેપ્ટન બની ગયો છે. તેના પહેલા હાર્દિક પંડ્યા, રિયાન પરાગ અને ઋષભ પંત પર પણ દંડ ફટકારવામાં આવી ચૂક્યો છે.

આ પણ વાંચો: IPL 2025: આ નિયમ તોડનારો બીજો કેપ્ટન બન્યો રિયાન પરાગ, રાજસ્થાનની જીત બાદ ફટકાર્યો દંડ

પાટીદાર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો

મુંબઈ સામેની મેચમાં પાટીદાર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે માત્ર 32 બોલમાં 64 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ પાટીદાર અને વિરાટ કોહલીની શાનદાર ઈનિંગ્સને કારણે 5 વિકેટે 221 રન બનાવ્યા. ત્યારબાદ કૃણાલ પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સને ટાર્ગેટ ચેઝ કરતા અટકાવ્યું. પંડ્યાએ 4 ઓવરમાં 45 રન આપીને 4 વિકેટ ખેરવી. તેની બોલિંગ સામે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 209 રન જ બનાવી શકી. મુંબઈ માટે તિલક વર્માએ સૌથી વધુ 56 રન બનાવ્યા હતા.

Tags :