Sports

IND vs SA : પહેલી જ વનડેમાં ઐતિહાસિક વર્લ્ડરેકોર્ડ બનાવશે રોહિત શર્મા! માત્ર 3 છગ્ગાની જરૂર

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મુકાબલો આવતી કાલે એટલે કે, રવિવાર, 30 નવેમ્બરના રોજ રાંચીમાં થશે. આ મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે. વાસ્તવમાં જો રોહિત શર્મા પ્રથમ વનડેમાં 3 છગ્ગા ફટકારે છે તો તે આ ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs SA : પહેલી જ વનડેમાં ઐતિહાસિક વર્લ્ડરેકોર્ડ બનાવશે રોહિત શર્મા! માત્ર 3 છગ્ગાની જરૂર

Most Sixes in ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મુકાબલો આવતી કાલે એટલે કે, રવિવાર, 30 નવેમ્બરના રોજ રાંચીમાં થશે. આ મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે. વાસ્તવમાં જો રોહિત શર્મા પ્રથમ વનડેમાં 3 છગ્ગા ફટકારે છે તો તે આ ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની જશે.

પહેલી જ વનડેમાં ઐતિહાસિક વર્લ્ડરેકોર્ડ બનાવશે રોહિત શર્મા

રોહિત શર્મા પાસે દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વનડેમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને પછાડવાની તક છે. જો રોહિત રાંચીમાં રમાનારી પ્રથમ વનડેમાં 3 છગ્ગા ફટકારશે તો તે શાહિદ આફ્રિદીને પાછળ છોડીને 'સિક્સર કિંગ' બની જશે.

શાહિદ આફ્રિદીના નામે છે વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ

રોહિત શર્માએ વર્ષ 2007થી અત્યાર સુધી 276 વનડે મુકાબલામાં 349 છગ્ગા ફટકાર્યા છે. આ દરમિયાન તેણે 49.22ની એવરેજથી 11,370 રન બનાવ્યા છે. રોહિતે 33 સદી અને 59 અડધી સદી ફટકારી છે. પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ 398 વનડેમાં 351 છગ્ગા ફટકાર્યા છે. આ પાકિસ્તાની ખેલાડીએ 23.57ની એવરેજથી 8,064 રન પણ બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 સદી અને 39 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો: ઘરેલુ ક્રિકેટ રમો, નહીંતર આ રીતે જ હારતા રહેશો...', ટીમ ઈન્ડિયા પર વરસ્યા કપિલ દેવ

આ પ્રકારનો છે વનડે સીરિઝ શેડ્યૂલ

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમશે. આ સીરિઝની પહેલી મેચ રાંચીમાં રમાશે, ત્યારબાદ બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. સીરિઝની ત્રીજી મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજાને કારણે સીરિઝનો હિસ્સો નથી. તેમના સ્થાને વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકા સામે વનડે સીરિઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, ઋતુરાજ ગાયકવાડ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), પ્રસિદ્ધ કૃષ્ણા અને અર્શદીપ સિંહ.