Sports

વનડે વર્લ્ડકપ પછી જ નિવૃત્તિ લેશે રોહિત શર્મા, હિટમેનને લઈને કોણે કરી ભવિષ્યવાણી?

By GS TEAM
26 Oct 20253 mins read
TukuTouch Logo
રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડે મીડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે, 'રોહિત શર્મા હજુ પણ એક ફિટ અને રનનો ભૂખ્યો ખેલાડી છે. તેણે રોહિતની 121 રનની ઈનિંગ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આજે જે રીતે રોહિતે બેટિંગ કરી અને ભારતની જીતમાં યોગદાન આપ્યું, મેચ જોઈને ખૂબ જ સારું લાગ્યું. તે 2027ના વનડે વર્લ્ડ કપમાં રમશે અને પછી જ નિવૃત્તિ લેશે.'

Summarized by AI; it may make mistakes. Check important info

વનડે વર્લ્ડકપ પછી જ નિવૃત્તિ લેશે રોહિત શર્મા, હિટમેનને લઈને કોણે કરી ભવિષ્યવાણી?

Rohit Sharma: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા હાલમાં ચર્ચામાં છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સીરિઝમાં તેણે કમાલ કર્યો અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. સિડનીના મેદાનમાં છેલ્લી વનડેમાં તેણે 121 રનની યાદગાર ઇનિંગ રમી અને એ સાબિત કરી દીધું કે, તેનામાં રન બનાવવાની ભૂખ હજુ પણ બાકી છે. આ તેના કરિયરની 50મી ઈન્ટરનેશનલ સદી પણ હતી, જેના દમ પર તેણે રેકોર્ડનો વરસાદ કર્યો. આ યાદગાર ઈનિંગ પછી હિટમેન માટે એક મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા 2027 વનડે વર્લ્ડ કપમાં રમશે અને તે પછી જ નિવૃત્તિ લેશે. આ ભવિષ્યવાણી કોઈ બીજાએ નહીં પણ તેના બાળપણના કોચ દિનેશ લાડે કરી છે.

વનડે વર્લ્ડકપ પછી જ નિવૃત્તિ લેશે રોહિત શર્મા

રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડે મીડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે, 'રોહિત શર્મા હજુ પણ એક ફિટ અને રનનો ભૂખ્યો ખેલાડી છે. તેણે રોહિતની 121 રનની ઈનિંગ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આજે જે રીતે રોહિતે બેટિંગ કરી અને ભારતની જીતમાં યોગદાન આપ્યું, મેચ જોઈને ખૂબ જ સારું લાગ્યું. તે 2027ના વનડે વર્લ્ડ કપમાં રમશે અને પછી જ નિવૃત્તિ લેશે.'

કોહલી અંગે કહી મોટી વાત

રોહિત ઉપરાંત વિરાટ કોહલી અંગે પણ દિનેશ લાડે મોટી વાત કહી. કોહલી પર્થ અને એડિલેડમાં સતત બે વખત શૂન્ય પર આઉટ થયો હતો અને પછી એડિલેડમાં તેણે 74 રન બનાવ્યા હતા. આ અંગે તેણે કહ્યું કે, વિરાટ વિશે દરરોજ ગેરસમજો હોય છે. તે એક એવો ખેલાડી છે જે ગમે ત્યારે, ગમે ત્યાં સારું પ્રદર્શન કરી શકે છે. આજે તે જે રીતે રમ્યો તે સારું લાગી રહ્યું છે. સચિને ઘણા સમય પહેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રોહિત અને વિરાટ એવા ખેલાડીઓ હશે જે તેના રેકોર્ડ તોડી નાખશે. તે બંનેને તેમના રેકોર્ડની નજીક જતા જોઈને ખરેખર સારું લાગે છે.

રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન

રોહિત શર્માએ આ ત્રણ મેચોની સીરિઝમાં શાનદાર બેટિંગ કરી. પહેલી વનડેમાં તે 14 બોલમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો, પરંતુ તે પછી તેણે કાંગારૂ બોલરોની ધુલાઈ કરી નાખી બીજી વનડેમાં તેણે 97 બોલમાં 73 રન બનાવ્યા હતા પરંતુ તે પોતાની સદી પૂરી નહોતો કરી શક્યો. ત્યારબાદ ત્રીજી વનડેમાં તો તેણે કમાલનું પ્રદર્શન કર્યું. હિટમેને સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર 121 રનની યાદગાર ઈનિંગ રમી. આ ત્રણ ઈનિંગમાં તેણે 101ની એવરેજથી કુલ 202 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક ફિફ્ટી સામેલ છે.

રોહિત શર્માએ ટીકાકારોને  આપ્યો જડબાતોડ જવાબ

38 વર્ષીય રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં સૌથી વધુ 201 રન બનાવીને પોતાને સાબિત કર્યો અને પોતાના પ્રદર્શનથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો. વનડે સીરિઝ પહેલા તેની પાસેથી આ ફોર્મેટની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. આ નિર્ણય પછી બધાને લાગ્યું કે આ પ્રવાસ તેની કારકિર્દીનો છેલ્લો પ્રવાસ હશે. જોકે, સિડનીમાં રોહિતે પોતાની 50મી સદી ફટકારીને એ વાતનું એલાન કર્યું કે તે વનડે વર્લ્ડ કપ 2027માં રમવા માગે છે. તેનામાં રન બનાવવાની ભૂખ હજુ પણ છે. પસંદગીકારો તરફથી એ પણ સંકેત આપવામાં આવ્યો હતો કે, આ પ્રવાસ રોહિત અને વિરાટ માટે ખુદને સાબિત કરનારો હશે. સિડનીમાં બંનેએ 168 રનની પાર્ટનરશિપ કરી, જે દર્શાવે છે કે રોહિત અને કોહલી હજું પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે.