Get The App

બધાને યુવા કેપ્ટન જોઈએ છે...' રોહિત શર્માએ ટેસ્ટ કેપ્ટન્સી છોડવા અંગે ફોડ પાડ્યો

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
બધાને યુવા કેપ્ટન જોઈએ છે...' રોહિત શર્માએ ટેસ્ટ કેપ્ટન્સી છોડવા અંગે ફોડ પાડ્યો 1 - image


Rohit Sharma Retirement: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો છે. આ સાથે જ રોહિતે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં પોતાના ભવિષ્ય અંગેની તમામ શંકાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે. ભારતીય ટીમ જૂનમાં ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે, જેના માટે BCCIને નવા કેપ્ટનની તલાશ છે. 

રોહિત શર્માએ ગત વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. 38 વર્ષીય હિટમેન ODI ફોર્મેટમાં રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. તમને યાદ અપાવી દઈએ કે, રોહિતે પોતાના આંતરરાષ્ટ્રીય પ્રવાસના બીજા ભાગમાં સૌથી વિશ્વસનીય ઓપનર તરીકે ટેસ્ટ કારકિર્દીનો અંત કર્યો.

રોહિતની જાહેરાત

રોહિત શર્માએ 67 ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને 12 સદી અને 18 અદધી સદીની મદદથી 4,301 રન બનાવ્યા છે. તેની એવરેજ 40.57ની રહી છે. 

રોહિતે ઈન્સ્ટા સ્ટોરી દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું કે, 'હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.'

રોહિતનો બેબાક અંદાજ

રોહિત શર્માએ તાજેતરમાં જ પત્રકાર વિમલ કુમારને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની યાત્રા અને ભારતનું નેતૃત્વ કરવા અંગેની શંકાઓ વિશે વાત કરી હતી. ત્યારે રોહિતે કહ્યું હતું કે, 'હા, મને પણ એવું જ લાગ્યું.' ક્યારેક-ક્યારેક એવું બને છે કે બધાને યુવા કેપ્ટન જોઈએ છે. જે 10-15 વર્ષ કેપ્ટનશિપ કરે, તો મને એવું લાગ્યું કે હવે મને ના મળે. પણ મને તક મળી તે બદલ હું હંમેશા આભારી રહીશ.'

નવા કેપ્ટનની તલાશમાં BCCI

રોહિત શર્માએ ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લીધા બાદ BCCI હવે નવા કેપ્ટનની તલાશમાં છે. જોકે, શુભમન ગિલ આ રેસમાં સૌથી આગળ છે. 

જોકે, રોહિતે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 'મને પણ ખબર છે કે હું 10 વર્ષ સુધી કેપ્ટનશિપ ન કરી શકુ.' પણ મને જે પણ સમય મળશે તેનો મારે મહત્તમ ફાયદો ઉઠાવવો પડશે. મારે કોઈપણ કિંમતે મારી સંપૂર્ણ ક્ષમતા બતાવવી પડશે.

કારણ ક્યારે જાણવા મળશે

રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લેવા પાછળનું કારણ ચાહકો સમજી નથી શક્યા. સોશિયલ મીડિયા પર ચાહકો ચર્ચા કરી રહ્યા છે કે તેણે દબાણમાં નિવૃત્તિ લીધી કારણ કે છેલ્લી કેટલીક સીરિઝના પરિણામોને કારણે ટીમ મેનેજમેન્ટ તેનાથી ખુશ ન હતું. રોહિતની કેપ્ટનશિપમાં ભારત BGT હારી ગયું. આ પહેલા તેની ઘરઆંગણે પહેલીવાર તેને ન્યુઝીલેન્ડના હાથે ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.

Tags :