Get The App

રોહિત શર્માને આરામ અપાશે? ન્યૂઝીલેન્ડની મેચમાંથી બહાર થઈ શકે છે, જાણો કોણ બનશે કેપ્ટન

Updated: Feb 27th, 2025

GS TEAM


Google News
Google News
રોહિત શર્માને આરામ અપાશે? ન્યૂઝીલેન્ડની મેચમાંથી બહાર થઈ શકે છે, જાણો કોણ બનશે કેપ્ટન 1 - image


Image Source: Twitter

Rohit Sharma Might Be Rested For New Zealand Match: રોહિત શર્મા માટે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ગ્રુપ મેચ રમવી મુશ્કેલ લાગી રહ્યું છે. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે અને 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે તેની છેલ્લી ગ્રુપ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે, પરંતુ ટીમ ઈન્ડિયા આ મેચ માટે કેપ્ટન રોહિતની ઉપલબ્ધતા અંગે ચિંતિત છે. રવિવારે પાકિસ્તાનની ઈનિંગ દરમિયાન રોહિત હેમસ્ટ્રિંગની સમસ્યાથી પીડાતો જોવા મળ્યો હતો, ત્યારબાદ તે થોડા સમય માટે મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો, પરંતુ થોડી જ વારમાં મેદનમાં પરત ફર્યો હતો. તેણે ગિલ સાથે બેટિંગ પણ કરી અને ભારતને છ વિકેટે જીત અપાવવામાં મોટો ફાળો પણ આપ્યો હતો. 

પ્રેક્ટિસ મેચમાં રોહિત નેટ પર હાજર નહોતો 

હવે બુધવારે બે દિવસના બ્રેક બાદ જ્યારે ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે રોહિત એકમાત્ર એવો બેટ્સમેન હતો જે નેટ નહોતો. બાદમાં તે સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ અને ફિઝિયોથેરાપિસ્ટ સાથે તાલીમ લેતા જોવા મળ્યો હતો. તેણે થોડી વાર જોગિંગ કરી પણ નેટ પર જવા માટે પોતાને તૈયાર ન કરી શક્યો. 

રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે

એક અહેવાલ પ્રમાણે રોહિત ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર થઈ શકે છે. ભારતીય ટીમ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમશે અને બે દિવસ બાદ એટલે કે 4 માર્ચે સેમિફાઈનલ રમશે. આવી સ્થિતિમાં આગામી થોડા દિવસો એ નક્કી કરી શકે છે કે રોહિત રવિવારે મેદાનમાં ઉતરશે કે નહીં. ભારતીય ટીમ પહેલાથી જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. તેથી તેમની પાસે રોહિત સાથે ન્યૂઝીલેન્ડ સામે કોઈ જોખમ ન લેવાનો પણ વિકલ્પ છે.

આ પણ વાંચો: મહાકુંભમાં પાણીમાં ડૂબેલા ગુજરાતના યુવકની 14 દિવસ પછી પણ કોઈ ભાળ નહીં, પરિવારે બેસણું પણ કરી નાંખ્યું

શુભમન ગિલ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે

જો ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રોહિત શર્માને આરામ આપવામાં આવે તો શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો દેખાશે. બીજી તરફ ભારત તેના સ્થાને ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરના નામો પર વિચાર કરી રહ્યું છે. બંને ડાબા હાથના બેટ્સમેનોએ નેટ સેશનમાં ખૂબ પ્રેક્ટિસ કરી. બે નેટ વચ્ચે વારાફરતી પ્રેક્ટિસ કરી. સ્પિનરો અને ફાસ્ટ બોલરોનો સામનો કર્યો.

પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે

જો રોહિત ખરેખર મેચ માટે ઉપલબ્ધ ન હોય તો ગિલ સાથે કોણ ઓપનિંગ કરશે તે જોવું રસપ્રદ રહેશે. ભારત પાસે કેએલ રાહુલ ઓપનર તરીકે છે તે ટોપમાં સરળતાથી સ્થાન બનાવી શકે છે. આનો અર્થ એ થયો કે ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

Tags :