તુમ બડે લોગ હો, તુમ્હે કોઈ...' એરપોર્ટ પર રોહિત શર્માનો વીડિયો વાઈરલ, જાણો કોને કહ્યું
Rohit Sharma Viral Video: ભારતીય વનડે ટીમનો કેપ્ટન રોહિત શર્મા ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી મુંબઈ પરત ફર્યો છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં તેનો યો-યો ટેસ્ટ થયો હતો, જેમાં તે પાસ થઈ ગયો છે. એરપોર્ટ પરનો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે, 'તુમ બડે લોગ હો ભાઈ, તુમ્હે કોઈ હાથ ભી નહીં લગા શકતા.'
તુમ તો બડે લોગ હો ભાઈ
રોહિત શર્માએ આ જ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, ગત વર્ષે તેણે T20 ફોર્મેટને અલવિદા કહી દીધુ હતું. તે હાલમાં માત્ર વનડે ફોર્મેટમાં રમે છે. ભારતની આગામી વનડે સીરિઝ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સાથે છે, આ વચ્ચે એવા સમાચાર છે કે રોહિત શર્મા તે પહેલાં ઓસ્ટ્રેલિયા-A સામે ભારત-A ટીમમાં પણ રમી શકે છે. રવિવારે ફિટનેસ ટેસ્ટ પાસ કરીને મુંબઈ પરત ફરેલા રોહિત શર્માએ પાપારાઝીને કહ્યું કે, તુમ તો બડે લોગ હો ભાઈ.
Captain Rohit Sharma back in Mumbai after clear fitness test at NCA.🔥 pic.twitter.com/1TxQPiAEUT
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 31, 2025
વાઈરલ વીડિયોમાં રોહિત શર્મા એરપોર્ટ પર છે અને આ દરમિયાન ઘણા લોકો તેના ફોટો અને વીડિયો લેવા લાગે છે. આ દરમિયાન રોહિત તેમને પૂછે છે કે, તુમ ભાઈ લોગ? તો તેઓ જવાબ આપે છે કે અમે પાપારાઝી છીએ. તેના પર રોહિત કહે છે કે, 'અચ્છા પાપારાઝી, તુમ તો બહોત બડે લોગ હો, તુમ્હે કોઈ હાથ ભી નહીં લગા શકતા.'
ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 મેચની વનડે સીરિઝ
ભારત ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 મેચની વનડે સીરિઝ રમશે, આ રોહિત શર્મા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતે આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો, ફાઈનલમાં 76 રનની ઈનિંગ રમનાર રોહિતને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો.
કાનપુરમાં ઓસ્ટ્રેલિયા-A સામે રમી શકે છે રોહિત
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયા-A ટીમ ભારત આવશે, જ્યાં કાનપુરમાં 3 મેચની વનડે સીરિઝ રમાશે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રોહિત ઈન્ડિયા-A માટે રમી શકે છે. તેની પહેલી મેચ 30 સપ્ટેમ્બર, બીજી 3 ઓક્ટોબર અને ત્રીજી મેચ 5 ઓક્ટોબરના રોજ રમાશે.