Get The App

30 કરોડનું ઘર, લક્ઝુરિયસ કાર કલેક્શન, 200 કરોડથી વધુ નેટવર્થ... જાણો રોહિત શર્માની સંપત્તિ

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
30 કરોડનું ઘર, લક્ઝુરિયસ કાર કલેક્શન, 200 કરોડથી વધુ નેટવર્થ... જાણો રોહિત શર્માની સંપત્તિ 1 - image


Rohit Sharma Networth:  ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન અને હિટમેનના નામથી ફેમસ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. આ પહેલા તેણે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાંથી પણ સંન્યાસ લઈ લીધો હતો. હવે તે વનડેમાં રમવાનું ચાલું રાખશે. ક્રિકેટની પિચ પર નહીં પરંતુ કમાણીના મામલે પણ તે ટોપ પર છે અને તે અમીર ખેલાડીઓની યાદીમાં સામેલ છે. અહેવાલ પ્રમાણે રોહિત શર્માની નેટવર્થ લગભગ 214 કરોડ રૂપિયાની આસપાસ છે. 

214 કરોડની સંપત્તિનો માલિક છે હિટમેન!

રોહિત શર્મા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો A+ ગ્રેડ ખેલાડી છે અને તેને આ કોન્ટ્રાક્ટ હેઠળ વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર મળે છે. જો મેચ ફીની વાત કરીએ તો તેને ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, વનડે મેચ માટે 6 લાખ રૂપિયા અને T20 મેચ માટે 3 લાખ રૂપિયા મળે છે. રોહિત શર્માની નેટવર્થમાં ક્રિકેટમાંથી થતી કમાણીનો મોટો ભાગ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 214 કરોડ રૂપિયા છે. રોહિત શર્મા IPL ફોર્મેટમાંથી પણ ઘણી કમાણી કરે છે.

જો વાત માત્ર ક્રિકેટ દ્વારા થતી કમાણીની કરીએ, તો તે વાર્ષિક લગભગ 23 કરોડ રૂપિયાની અસાપાસ કમાણી કરે છે અને આ હિસાબે દર મહિને તેની કમાણી લગભગ 2 કરોડ રૂપિયા થાય છે. 

આ પણ વાંચો: રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો નિર્ણય

માત્ર ક્રિકેટ દ્વારા જ નહીં હિટમેન રોહિત શર્માની નેટવર્થમાં અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક પણ સામેલ છે. આમાં તે દર વર્ષે 1 થી 2 કરોડ રૂપિયા તો મોટી કંપનીઓની જાહેરાતો દ્વારા જ કમાય છે. રોહિત શર્મા ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડ્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની યાદીમાં CEAT અને Rasna ઉપરાંત  Oral-B, Swiggy, Ixigo, Max Life Insurance, New Era, Aristocrat અને IIFL જેવી કંપનીઓ સામેલ છે.

રોહિત શર્માએ કર્યું તગડુ ઈન્વેસ્ટમેન્ટ

રોહિત શર્મા ઈન્વેસ્ટમેન્ટના મામલે પણ આગળ છે અને અહેવાલો પ્રમાણે તેણે ઘણા સ્ટાર્ટઅપ્સમાં લગભગ 90 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં Rapidobotics અને Veiroots Wellness Solutions જેવા સ્ટાર્ટઅપ્સ સામેલ છે. આ સાથે જ તે મુંબઈમાં એક ક્રિકેટ એકેડમી ક્રિકકિંગડમ પણ ચલાવે છે.

30 કરોડનું ઘર અને લક્ઝુરિયસ  કાર કલેક્શન

રોહિત શર્માની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલની ઝલક તેના ઘર અને કાર કલેક્શનમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્માના મુંબઈમાં આવેલા આલીશાન ઘરની કિંમત લગભગ 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેનો આ સી-વ્યૂ એપાર્ટમેન્ટ લગભગ 6,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.

આ ઉપરાંત જો આપણે તેના કાર કલેક્શનની વાત કરીએ તો અહેવાલો પ્રમાણે તેમાં Lamborghini Urus  (કિંમત લગભગ રૂ. 4.18 કરોડ), Mercedes Benz S Class (કિંમત લગભગ રૂ. 1.50 કરોડ), Mercedes GLS 400D, BMW M5 અને Range Rover HSE LWB જેવી મોંઘી કાર સામેલ છે. 

Tags :