Get The App

IPL 2025 : રિયાન પરાગે 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા, ધુંઆધાર બેટિંગ કરી પણ સદી ચૂક્યો

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
Riyan Parag


Riyan Parag Smashes 6 Sixes, Misses Century by 5 Runs : IPL 2025માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાઈ હતી. આ મેચમાં KKRની ટીમે 206 રન ફટકાર્યા. જે બાદ રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડી રિયાન પરાગ ધુંઆધાર બેટિંગ કરી હતી. પરાગે મોઈન અલીની ઓવરમાં એક બાદ એક સતત 5 છગ્ગા ફટકાર્યા. જોકે તે સદી ચૂક્યો હતો. 

6 બોલમાં 6 છગ્ગા

રિયાન પરાગે એક ઓવરમાં 5 અને સતત 6 છગ્ગા ફટકાર્યા. 13મી ઓવરમાં બીજા બોલથી ઓવરની સમાપ્તિ સુધી સતત 5 સિક્સર ફટકારી. પછી 14મી ઓવરમાં પહેલા બોલ પર હેટમાયરે એક રન લીધો અને પોતાનો વારો આવતા જ રિયાન પરગે ફરી સિક્સર ફટકારી હતી. 

IPL 2025 : રિયાન પરાગે 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા, ધુંઆધાર બેટિંગ કરી પણ સદી ચૂક્યો 2 - image

સદી ચૂક્યો રિયાન પરાગ

આજની મેચમાં રિયાન પરાગ 45 બોલમાં 6 ચોગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા, જોકે તે સદી પૂર્ણ કરી શક્યો નહીં. પરાગ 45 બોલમાં 95 રન બનાવીને આઉટ થયો હતો. 


બે વર્ષ અગાઉ વ્યક્ત કરી હતી ભવિષ્યવાણી 

આજની મેચ બાદ રિયાન પરાગે બે વર્ષ અગાઉ X પર કરેલી પોસ્ટ ખૂબ વાઇરલ થઈ રહી છે. રિયાન પરાગે એક ઓવરમાં ચાર છગ્ગા ફટકારવાની ભવિષ્યવાણી કરી હતી. 


Tags :