ભારતને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત ઋષભ પંત થયા બહાર, ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ માટે ઉતર્યા
Ind vs Eng: ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર ઋષભ પંત ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર ચાલ્યા ગયા છે. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી છે. મળતી માહિતી અનુસાર, પંતને બોલ પકડવા જતાં આંગળી પર ઈજા થઈ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો ત્રીજો મુકાબલો રમાઈ રહ્યો છે. આ મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બંને ટીમોમાં એક-એક ફેરફાર કરાયો હતો. ઈંગ્લેન્ડે જોશી ટંગની જગ્યાએ જોફ્રા આર્ચર અને ભારતના પ્રસિદ કૃષ્ણાની જગ્યાએ જસપ્રીત બુમરાહને સામેલ કરાયા છે. ત્યારબાદ હવે મેચમાં ભારતના દિગ્ગજ ખેલાડી ઋષભ પંત ઈજાગ્રસ્ત થતા ટીમની ચિંતા વધી છે.