Sports

ખરાબ ફિલ્ડિંગ, બોલર્સનું આત્મસમર્પણ... રાજકોટ ODIમાં ટીમ ઈન્ડિયાની હારના કારણો

By GS TEAM
15 Jan 20262 mins read
TukuTouch Logo
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં બુધવારે (14 જાન્યુઆરી) રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ નબળી બોલિંગ અને કંગાળ ફિલ્ડિંગને કારણે ટીમ ઈન્ડિયાને મેચ ગુમાવવી પડી અને સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ખરાબ ફિલ્ડિંગ, બોલર્સનું આત્મસમર્પણ... રાજકોટ ODIમાં ટીમ ઈન્ડિયાની હારના કારણો

Rajkot ODI IND vs NZ : રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં બુધવારે (14 જાન્યુઆરી) રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ નબળી બોલિંગ અને કંગાળ ફિલ્ડિંગને કારણે ટીમ ઈન્ડિયાને મેચ ગુમાવવી પડી અને સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ.

રાહુલની સદી એળે ગઈ, બોલરો નિષ્ફળ 

પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલની શાનદાર 112 રનની સદી અને શુભમન ગિલના 56 રનની મદદથી 7 વિકેટે 284 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. રોહિત શર્મા (24), વિરાટ કોહલી (23) અને રવીન્દ્ર જાડેજા (27) સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યા ન હતા.

285 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે ડેરિલ મિશેલના અણનમ 131 અને વિલ યંગના 87 રનની મદદથી 47.3 ઓવરમાં જ સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ સાથે રાજકોટના સ્ટેડિયમ પર પ્રથમ વખત કોઈ ટીમે રન ચેઝ કરીને મેચ જીતી હોય તેવો ઇતિહાસ પણ રચાયો.

હારનું મુખ્ય કારણ 

મિશેલ-યંગની ભાગીદારી અને નબળી ફિલ્ડિંગ ભારતની હારનું સૌથી મોટું કારણ મિડલ ઓવરોમાં બોલરોનું નિષ્ફળ રહેવું અને ડેરિલ મિશેલ-વિલ યંગની ભાગીદારી તોડવામાં મળેલી નિષ્ફળતા હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 162 રનની મેચ-વિનિંગ ભાગીદારી કરી, જેણે ભારત પાસેથી મેચ સંપૂર્ણપણે છીનવી લીધી.

એક જ ઓવરમાં બે મોટી ભૂલો 

મેચનો ટર્નિંગ પોઈન્ટ ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 36મી ઓવર રહી. કુલદીપ યાદવની આ ઓવરમાં ભારતે મેચમાં વાપસી કરવાની બે સુવર્ણ તક ગુમાવી હતી. ઓવરના બીજા બોલ પર ડેરિલ મિશેલનો રનઆઉટનો મોકો ચુકાયો હતો. તેના પછીના જ બોલ પર, જ્યારે મિશેલ 82 રને રમી રહ્યો હતો, ત્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ તેનો એક આસાન કેચ છોડી દીધો હતો.

આ જીવતદાન મળ્યા બાદ મિશેલે પાછું વળીને જોયું નહીં અને 96 બોલમાં પોતાની 8મી વનડે સદી પૂરી કરી. તે અંત સુધી અણનમ રહીને 117 બોલમાં 131 રન બનાવી ટીમને જીત અપાવીને જ પેવેલિયન પાછો ફર્યો. જો તે સમયે મિશેલ આઉટ થઈ ગયો હોત, તો મેચનું પરિણામ કદાચ ભારતની તરફેણમાં હોત. હવે સીરિઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો રવિવારે ઈન્દોરમાં રમાશે.