દિગ્ગજ ક્રિકેટર અશ્વિનનું ટીમ ઈન્ડિયામાંથી નિવૃત્તિ લેવાનું સાચું કારણ સામે આવ્યું, કહ્યું - ભાંગી પડ્યો હતો..
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

R Ashwin On Retirement: પૂર્વ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટીમ ઈન્ડિયામાંથી નિવૃત્તિ લેવા અંગે ખુલાસો કર્યો છે. તેણે આખરે પોતાની નિવૃત્તિ પાછળનું સાચું કારણ જણાવ્યું છે. એવી કઈ બાબત હતી જેના કારણે તે ભાંગી પડ્યો હતો અને તેને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો? ગુવાહાટી ટેસ્ટ હાર્યા બાદ અને ટીમ ઈન્ડિયા 2-0થી ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ અશ્વિને ખુલાસો કર્યો કે, મેં 2012માં ખુદને વચન આપ્યું હતું કે જો ભારતીય ટીમ ઘરઆંગણે કોઈ સીરિઝ હારશે તો હું નિવૃત્તિ લઈ લઈશ. તેમણે લગભગ એવું કર્યું પણ છે.
હું ભાંગી પડ્યો હતો
આર અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, 2012માં ઈંગ્લેન્ડ સામે સીરિઝ હાર્યા પછી મેં ખુદને જ વચન આપ્યું હતું કે જો અમે ક્યારેય કોઈ બીજી હોમ સીરિઝ હારી જઈશું તો હું નિવૃત્તિ લઈ લઈશ. ન્યુઝીલેન્ડ સીરિઝની હારના કારણે જ હું આજે ઘરે બેઠો છું, તેનાથી હું ભાંગી પડ્યો હતો. જોકે, આર અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝ દરમિયાન ઓફિશિયલી નિવૃતિ લીધી હતી. તેણે સીરિઝની વચ્ચે નિવૃત્તિ લઈ લીધી હતી અને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહીને ઘરે પરત ફર્યો હતો. બાદમાં અશ્વિને IPLમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.
આ પણ વાંચો: પહેલા દ.આફ્રિકા સામે શરમજનક પરાજય અને પછી ફ્લાઈટની ઘટના, આખરે કેમ અકળાયો સિરાજ?
ટીમ ઈન્ડિયા ગત વર્ષે ન્યુઝીલેન્ડ સામે એક દાયકાથી વધુ સમય પછી ઘરેલુ મેદાન પર 3-0 થી ટેસ્ટ સીરિઝ હારી ગઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, આ પહેલી વાર હતું જ્યારે ભારતીય ટીમ ઘરેલુ મેદાન પર ત્રણ કે તેથી વધુ મેચની ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ થઈ હતી. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે, ભારતીય ટીમે છેલ્લી ત્રણ સીરિઝમાંથી બે સીરિઝમાં ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. એક સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું તો હતું, પરંતુ ટીમ ઈન્ડિયાને બે મોટી ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ ક્યારેક સ્પિન સામે બેટિંગ કરવામાં અસમર્થ રહી તો ક્યારેક સારી પીચો પર રન બનાવવામાં અસમર્થ રહી અને ક્યારેક બોલરો વિકેટ લેવામાં અસમર્થ રહ્યા છે. જોકે, સારી બાબત એ છે કે ભારતે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ ડ્રો કરાવી હતી, બંને ટીમોએ 2-2 મેચ જીતી હતી.









