Get The App

RCB vs GT: સાઈ સુદર્શનની સદી! ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી મોટી સિદ્ધિ હાંસલ કરી

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
RCB vs GT: સાઈ સુદર્શનની સદી! ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી મોટી સિદ્ધિ હાંસલ કરી 1 - image

Sai Sudharsan Record: IPL 2026ની 34મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ, આ મેચમાં RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઈ સુદર્શને આ મેચમાં જબરદસ્ત બેટિંગ કરી અને IPLમાં પોતાના 2000 રન પૂરા કર્યા. આ સાથે તે IPLમાં ઇનિંગ્સના આધારે સૌથી ઝડપી 2000 રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. તેણે 57 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેના IPL કરિયરની ત્રીજી સદી છે. જો કે શતક જડ્યા બાદ બીજા બોલે તે આઉટ થઈ ગયો હતો, સાઈ સુદર્શને 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા.

ક્રિસ ગેલનો રેકોર્ડ ધ્વસ્ત

સાઈ સુદર્શને IPLમાં 47 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા. આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ગેલે 48 ઇનિંગ્સમાં આ પરાક્રમ કર્યું હતું. આ યાદીમાં ત્રીજા નંબર પર શોન માર્શનું નામ છે. માર્શે 52 ઇનિંગ્સમાં આ મુકામ હાંસલ કર્યો હતો. ચોથા નંબર પર CSKના ઋતુરાજ ગાયકવાડનું નામ છે. તેણે 57 ઇનિંગ્સમાં 2000 IPL રન પૂરા કર્યા હતા. કેએલ રાહુલે આ આંકડો 60 ઇનિંગ્સમાં સ્પર્શ્યો હતો, તે આ યાદીમાં પાંચમા નંબર પર છે.

IPLમાં ઇનિંગ્સના આધારે સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેન

47 - સાઈ સુદર્શન*

48 - ક્રિસ ગેલ

52 - શોન માર્શ

57 - ઋતુરાજ ગાયકવાડ

60 - કેએલ રાહુલ

બોલના હિસાબે 2000 રન બનાવનાર છઠ્ઠો સૌથી ઝડપી ભારતીય પ્લેયર

સાઈ સુદર્શને IPLમાં પોતાના 2000 રન 1361 બોલમાં પૂરા કર્યા છે. બોલના હિસાબે 2000 રન બનાવવાના મામલે તે છઠ્ઠો સૌથી ઝડપી ભારતીય પ્લેયર છે. આ મામલે ટોપ પર અભિષેક શર્માનું નામ છે. અભિષેકે 1193 બોલમાં 2000 રન પૂરા કર્યા હતા. ત્યારબાદ વીરેન્દ્ર સેહવાગનું નામ છે તેણે 1211 બોલમાં આ પરાક્રમ કર્યું હતું. જ્યારે ત્રીજા નંબર પર રિષભ પંત છે. તેણે 1306 બોલમાં 2000 IPL રન પૂરા કર્યા હતા.

IPLમાં બોલના હિસાબે સૌથી ઝડપી 2000 રન બનાવનાર ભારતીય

1193 - અભિષેક શર્મા

1211 - વીરેન્દ્ર સેહવાગ

1306 - રિષભ પંત

1326 - યશસ્વી જયસ્વાલ

1353 - યુસુફ પઠાણ

1361 - સાઈ સુદર્શન*

આ પણ વાંચો: MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો

આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો સાઈ સુદર્શન

સાઈ સુદર્શન આ મેચમાં 100 રન બનાવ્યા બાદ તરત જ આઉટ થઈ ગયો હતો. પોતાની આ ઇનિંગ દરમિયાન તેણે 58 બોલનો સામનો કર્યો અને આ દરમિયાન 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. સાઈ સુદર્શન એવો પ્રથમ ભારતીય છે જેણે સતત ત્રણ IPL સીઝનમાં સદી ફટકારી છે. તે 2024, 2025, 2026 ત્રણેય IPL સીઝનમાં સદી ફટકારી ચૂક્યો છે. આ વખતે તેની વિકેટ જોશ હેઝલવુડે લીધી હતી. તેના પહેલા શુભમન ગિલ 24 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. GTએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 205 રન બનાવ્યા છે.