Get The App

IPL:ટ્રોફી જીતનારી આઠમી ટીમ બની RCB, જાણો અત્યાર સુધી કઈ ટીમ બની છે ચેમ્પિયન?

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
IPL:ટ્રોફી જીતનારી આઠમી ટીમ બની RCB, જાણો અત્યાર સુધી કઈ ટીમ બની છે ચેમ્પિયન? 1 - image


IPL Champions List: આઈપીએલ 2025માં ચેમ્પિયન બનનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ જીત હાંસલ કરી છે. આઈપીએલની શરૂઆત થયા બાદ પહેલીવાર આરસીબી ચેમ્પિયન બની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં આરસીબીએ પંજાબને છ રનથી હરાવ્યું છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ 7 વિકેટના નુકસાન પર 184 રન જ બનાવી શકી. આરસીબી આઈપીએલ ચેમ્પિયન બનનારી આઠમી ટીમ બની છે. આ અગાઉ રાજસ્થાન રોયલ્સ(1), ચેન્નઈ સુપર કિંગ્સ(5), ડેક્કન ચાર્જર્સ(1), મુંબઈ ઇન્ડિયન્સ(5), ગુજરાત ટાઈટન્સ(1), કોલકાતા નાઇટ રાઇડર્સ(3) અને સનરાઇઝર્સ હૈદરાબાદ(1)ની ટીમ ચેમ્પિયન બની ચૂકી છે.

આઈપીએલની વિનર ટીમ અને તેના કેપ્ટન

2025રોયલ ચેલેન્જર્સ બેંગલુરુરજત પાટીદાર
2024કોલકાતા નાઇટ રાઇડર્સશ્રેયસ અય્યર
2023ચૈન્નઈ સુપર કિંગ્સએમ.એસ. ધોની
2022ગુજરાત ટાઈટન્સહાર્દિક પંડ્યા
2021ચૈન્નઈ સુપર કિંગ્સએમ.એસ. ધોની
2020મુંબઈ ઈન્ડિયન્સરોહિત શર્મા
2019મુંબઈ ઈન્ડિયન્સરોહિત શર્મા
2018ચૈન્નઈ સુપર કિંગ્સએમ.એસ. ધોની
2017મુંબઈ ઈન્ડિયન્સરોહિત શર્મા
2016સનરાઈઝર્સ હૈદરાબાદડેવિડ વોર્નર
2015મુંબઈ ઈન્ડિયન્સરોહિત શર્મા
2014કોલકાતા નાઇટ રાઇડર્સગૌતમ ગંભીર
2013મુંબઈ ઈન્ડિયન્સરોહિત શર્મા
2012કોલકાતા નાઇટ રાઇડર્સગૌતમ ગંભીર
2011ચેન્નઈ સુપર કિંગ્સએમ.એસ. ધોની
2010ચેન્નઈ સુપર કિંગ્સએમ.એસ. ધોની
2009ડેક્કન ચાર્જર્સએડમ ગિલક્રિસ્ટ
2008રાજસ્થાન રોયલ્સશેન વોર્ન
Tags :