RCB Beats Mumbai Indians By 18 Runs: IPL 2026ની 20મી મેચ રવિવારે(12 એપ્રિલ) મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) વચ્ચે રમાઈ હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર યોજાઈ હતી. જેમાં ટોસ જીતીને મુંબઈએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. RCBએ મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 વિકેટ ગુમાવીને 240 રન કર્યા હતા. જેમાં 5 વિકેટ ગુમાવી મુંબઈ ઈન્ડિયન્સે 222 રન કરતાં RCBએ જીત હાસલ કરી છે.
RCBએ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું
241 રનના ટાર્ગેટ સામે મુંબઈની ઇનિંગ્સની શરૂઆતમાં રોહિત શર્મા અને રિકેલ્ટન ક્રીઝ મેદાને ઉતર્યા હતા. જેમાં બંનેએ સાથે મળીને કુલ 72 રન કર્યા હતા. જો કે, રોહિત શર્મા રિટાયર્ડ આઉટ થયો અને રિકેલ્ટન 37 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ તિલક માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. 13મી ઓવરમાં સૂર્યા 33 રન બનાવીને આઉટ થયો હતો. અંતે મુંબઈએ 5 વિકેટના નુકસાને 222 રન કર્યા હતા.
RCBની બેટિંગ કેવી રહી
પહેલા બેટિંગ કરતા RCBની ઇનિંગ્સ વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. બંને બેટ્સમેનોએ પહેલા જ બોલથી આક્રમક વલણ અપનાવ્યું હતું. જેમાં પાવરપ્લે દરમિયાન પ્રથમ છ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 71 રન બનાવ્યા હતા. જેમાં બંનેએ 10મી ઓવર સુધીમાં 115 રન બનાવી દીધા હતા. RCBને 11મી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો જ્યારે શાર્દુલ ઠાકુરે ફિલ સોલ્ટની વિકેટ લીધી. જેમાં સોલ્ટે 36 બોલમાં 78 રન ફટકાર્યા હતા. જો કે, તેના આઉટ થયા પછી, રજત પાટીદારે ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. જેમાં રજત પાટીદારે 20 બોલમાં 53 રન અને વિરાટ કોહલીએ 38 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આમ, RCBએ મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 વિકેટ ગુમાવીને 240 રન કર્યા હતા.


