Get The App

રૈના બાદ જાડેજાના 'રાજપૂત બોય' ટ્વીટ પર દંગલ, સોશિયલ મીડિયામાં વિવાદ

Updated: Jul 23rd, 2021

GS TEAM

Google News
Google News
રૈના બાદ જાડેજાના 'રાજપૂત બોય' ટ્વીટ પર દંગલ, સોશિયલ મીડિયામાં વિવાદ 1 - image


- અગાઉ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ તમિલનાડુ પ્રીમિયર લીગમાં કોમેન્ટ્રી દરમિયાન એક ટિપ્પણી કરી હતી જેને લઈ વિવાદ થયો હતો

નવી દિલ્હી, તા. 23 જુલાઈ, 2021, શુક્રવાર

ભારતીય ક્રિકેટ ટીમના 2 યુનિટ હાલ શ્રીલંકા અને ઈંગ્લેન્ડના પ્રવાસે છે. તેમના આ પ્રવાસને બાજુ પર રાખીને ક્રિકેટર્સ સોશિયલ મીડિયા પર અન્ય એક મુદ્દે ચર્ચામાં વ્યસ્ત છે. થોડા દિવસ પહેલા પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની એક કોમેન્ટ પર વિવાદ થયો હતો જેમાં તેમણે પોતાની જાતિનો ઉલ્લેખ કર્યો હતો. હવે આ જ કડીમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ પણ જોડાઈ ગયું છે. 

ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયામાં સામેલ રવિન્દ્ર જાડેજાએ ગુરૂવારે રાતે ટ્વીટ કરી હતી, 'રાજપૂત બોય, ફોરેવર, જય હિંદ.' ભારતીય ક્રિકેટરની આ ટ્વીટને લઈ સોશિયલ મીડિયામાં વિવાદ શરૂ થઈ ગયો છે.  

લોકોનું રિએક્શન

રવિન્દ્ર જાડેજાની ટ્વીટ પર ફેન્સનું રિએક્શન આવવા લાગ્યું અને લોકોએ આ રીતે જાતિનો મુદ્દો છેડવાને લઈ જાડેજાને ખરૂ-ખોટું સંભળાવ્યું. ટ્વીટર યુઝર્સે જવાબ આપતા લખ્યું કે, શું તમને ક્રિકેટર તરીકે આવી જાતિવાદી વાતો કરતા શરમ નથી આવતી? આપણે સૌથી પહેલા અને આખરે ભારતીય છીએ. 

તે સિવાય અન્ય કેટલાક યુઝર્સે લખ્યું કે સર, તમે લાખો યુવાનોની પ્રેરણા છો. પરંતુ તમારા પાસેથી આ પ્રકારની આશા નહોતી, રંગ-જાતિ-ધર્મ કોઈ મહત્વ નથી ધરાવતા. તમે કશું પણ હોય પરંતુ અમે તમારી સાથે છીએ. 

સુરેશ રૈનાના નિવેદનનો વિવાદ

હકીકતે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ તમિલનાડુ પ્રીમિયર લીગમાં કોમેન્ટ્રી દરમિયાન એક ટિપ્પણી કરી હતી જેને લઈ વિવાદ થયો હતો. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, એવું શું છે કે તમારૂં કનેક્શન ચેન્નાઈ સાથે આટલું મજબૂત છે. તેના જવાબમાં રૈનાએ કહ્યું હતું કે, તે બ્રાહ્મણ છે માટે તે પણ એક કારણ હોઈ શકે. 

રૈનાના આ નિવેદનને લઈ વિવાદ થયો હતો અને ફક્ત ક્રિકેટના ચાહકો જ નહીં પણ રાજકીય વર્ગ તરફથી પણ રૈનાના નિવેદનને આપત્તિજનક ગણાવવામાં આવ્યું હતું. આ વિવાદ બાદ હવે રવિન્દ્ર જાડેજાની ટ્વીટને રૈનાના સમર્થનમાં જ માનવામાં આવે છે. 

Tags :