લીડ્સ ટેસ્ટમાં હાર બાદ રવીન્દ્ર જાડેજા પર ભડક્યાં ભૂતપૂર્વ ખેલાડી, કહ્યું- 'અનુભવ છતાં તેઓ કમાલ ન કરી શક્યા'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ravindra Jadeja : ઈંગ્લેન્ડ સામે લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના બોલનું ખાસ પ્રદર્શન જોવા ન મળ્યું જાડેજાએ આ મેચમાં માત્ર 1 વિકેટ લીધી. પરંતુ તેના માટે તેમણે 47 ઓવરમાં 172 રન આપ્યા હતા.
'પ્રસિદ્ધ કૃષ્ણને નિશાન બનાવવું યોગ્ય નથી...'
હવે પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે રવીન્દ્ર જાડેજા નિશાન સાધ્યું છે. માંજરેકરે લીડ્સ ટેસ્ટ મેચમાં જાડેજાના પ્રદર્શન પર નિશાન તાકતા કહ્યું કે, 'તેની પાસથી વધુ સારી રમતની આશા રાખવામાં આવી છે. હું ચોક્કસપણે જાડેજાની ટીકા કરીશ, પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણ જેવા યુવા બોલરોને નિશાન બનાવવા યોગ્ય નથી. જાડેજા મેચના છેલ્લા દિવસે પીચનો ફાયદો ઉઠાવી શક્યો હોત. આટલા અનુભવી ખેલાડી હોવાથી તેના પર વધુ આશા રહે છે.
'આવા અનુભવી ખેલાડી પાસે વધુ અપેક્ષા હતી'
સંજય માંજરેકરે જિયો હોટસ્ટાર પર કહ્યું, 'પ્રસિદ્ધ કૃષ્ણ જેવા યુવા ખેલાડીઓની વધુ પડતી ટીકા કરવી યોગ્ય નથી. તેનામાં સુધારાની શક્યતા સ્પષ્ટ છે, પરંતુ હું રવિન્દ્ર જાડેજાની ટીકા કરીશ. તે મેચનો છેલ્લો દિવસ હતો અને તેના માટે પીચ પર ખરાબ પેચ હતા, જેનો તે લાભ લઈ શક્યો હોત. આવા અનુભવી ખેલાડી પાસેથી આપણે વધુ અપેક્ષા રાખીએ છીએ.'
'...તેમ છતાં તેણે કોઈ ખાસ ન કરી બતાવ્યું'
માંજરેકરે વધુમાં કહ્યું કે, 'લીડ્સની પીચ જાડેજા માટે અનુકૂળ હતી, તેમ છતાં તેણે કોઈ ખાસ ન કરી બતાવ્યું. મારુ માનવું છે કે, અનુભવી ખેલાડી પાસેથી પ્રભાવશાળી પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે.' એ નોંધનીય છે કે લીડ્સ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં જાડેજા એકમાત્ર સ્પિનર હતો.
આ પણ વાંચો : આ તો કોઈને ઊંડા સમુદ્રમાં ધકેલવા જેવું...' પહેલી ટેસ્ટ હારતાં જ ગિલની વહારે ગૌતમ ગંભીર
માંજરેકર કહે છે, 'જ્યારે તમે અનુભવી બોલરો અને બેટર સાથે કામ કરી રહ્યા હોવ તો, ત્યારે તમે તેમની પાસેથી ઉચ્ચ કક્ષાની રણનીતિ વિશે સમજણની આશા રખાય છે. મને એવુ લાગે છે કે, જાડેજાએ નિરાશ કર્યા છે. જ્યારે ફાસ્ટ બોલરોને પીચમાંથી કોઈ મદદ મળી રહી ન હતી, ત્યારે આ પીચમાં જાડેજા માટે કંઈક તો ઓછું હતું, પરંતુ તેમ છતાં તે તેનો લાભ લઈ શક્યો નહીં.'









