Get The App

VIDEO: ભારતની જીત બાદ પિતા સામે મેદાન પર જ ભાવુક થયો અશ્વિન, પત્નીને ગળે લગાવી, વીડિયો વાઇરલ

Updated: Sep 22nd, 2024

GS TEAM


Google News
Google News
VIDEO: ભારતની જીત બાદ પિતા સામે મેદાન પર જ ભાવુક થયો અશ્વિન, પત્નીને ગળે લગાવી, વીડિયો વાઇરલ 1 - image
 Image Instagram 

Ravichandran Ashwin : આર અશ્વિને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી સદી ફટકારી હતી. ભારત આ મેચ 280 રનથી જીતી ગયું હતું. આ સાથે જ ભારતે આ ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમનો જીતનો અસલી હીરો આર અશ્વિન હતો, તેને 'મેન ઓફ ધ મેચ'નો ખિતાબ અપાયો હતો.

ચોથા દિવસની રમત શરૂ થઈ ત્યારે ભારતને જીતવા માટે 6 વિકેટની જરૂર હતી, પરંતુ બાંગ્લાદેશી બેટર અને ટીમના કેપ્ટન નઝમુલ શાંતો અને શાકિબની જોડીને આઉટ કરવાનું મુશ્કેલ બની રહ્યું હતું. તે સમયે કેપ્ટન રોહિત શર્માએ અશ્વિનને બોલિંગની જવાબદારી સોપી હતી, અને અશ્વિને આવતાની સાથે જ શાકિબને આઉટ કરી દીધો હતો. શાકિબની વિકેટ લેતાની સાથે જ અશ્વિનની પત્ની પ્રીતિની ખુશીનો પાર રહ્યો ન હતો. પતિને સમર્થન આપવા પ્રીતિ સ્ટેડિયમ પહોંચી હતી, જ્યાં તે તેની પુત્રીઓ સાથે તાળીઓ પાડતી જોવા મળી હતી. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહ્યો છે.

મેચ જીત્યા બાદ અશ્વિને મેદાન પર તેના પિતાને અને તેની પત્ની પ્રીતિને ગળે લગાડતા જોવા મળ્યો હતો. કેપ્ટન રોહિત અશ્વિનની દીકરીઓ સાથે પ્રેમથી વાતચીત કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં અશ્વિનના પિતા ભાવુક દેખાઈ રહ્યા હતા.

આ પણ વાંચોઃ અકસ્માત બાદ આ પહેલી ટેસ્ટ મેચ હતી..: જીત બાદ ભાવુક થયો રિષભ પંત, જુઓ શું કહ્યું

આ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં અશ્વિને 113 રનની શાનદાર ઈનિંગમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ પછી, તેણે બોલિંગમાં પણ કમાલ કરી બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.

VIDEO: ભારતની જીત બાદ પિતા સામે મેદાન પર જ ભાવુક થયો અશ્વિન, પત્નીને ગળે લગાવી, વીડિયો વાઇરલ 2 - image

Tags :