પહેલી ટેસ્ટમાં હારતાં ટીકાઓનો સામનો કરી રહેલા ગિલની વહારે રવિશાસ્ત્રી, કહ્યું- તેને સમય આપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ravi Shastri Set A Deadline For Shubman Gill: શુભમન ગિલની કેપ્ટન તરીકેની કારકિર્દી તેની ઈચ્છા મુજબ શરૂ થઈ ન હતી. હેડિંગ્લી ટેસ્ટમાં 5 સદી ફટકારવા છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને આ ટેસ્ટ સીરિઝમાં ભારત 0-1 થી પાછળ છે. પહેલી ટેસ્ટ પછી શુભમન ગિલની કેપ્ટનશીપ પર ઘણાં સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કે તેમને પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનો ટેકો મળ્યો છે. તેમણે કહ્યું કે, 'તેને (શુભમન ગિલ) સમય આપો. તે અનુભવ સાથે આ ભૂમિકામાં આગળ વધશે.'
શુભમન ગિલ અનુભવ સાથે શીખી શકે છે: રવિ શાસ્ત્રી
શુભમન ગિલની કેપ્ટનશીપ કારકિર્દીની શરૂઆત ખૂબ જ મુશ્કેલ રહી છે, ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને નથી, જે તેમને માર્ગદર્શન આપી શકે છે. આ દરમિયાન લીડ્સ ટેસ્ટમાં ભારત પહેલી મેચ હાર્યા છે. ત્યારે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, 'શુભમન ગિલમાં સંયમ હોવાથી તેને અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે. જો ગિલ આગળ વધી શકશે નહીં તો મને નિરાશા થશે. સુસ્ત, આળસુ અને તેજસ્વી, અને જ્યારે તે બેટિંગ કરે છે ત્યારે તેનો શાહી અંદાજ હોય છે. જો તે અનુભવ સાથે શીખી શકે છે અને પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધી શકે છે.'
પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, 'બીસીસીઆઈ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને શુભમન ગિલને કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવા માટે ત્રણ વર્ષનો સમય આપવો જોઈએ. સીરિઝમાં ગમે તે થાય, તેનામાં કોઈ ફેરફાર ન કરો. અને મને લાગે છે કે તે તમારા માટે સારું કરશે.'
લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 5 વિકેટથી હરાવ્યું
ઉલ્લેખની છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝના પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 5 વિકેટથી હરાવ્યું છે. ભારતના 371 રનના ટાર્ગેટને ઇંગ્લેન્ડે બેન ડકેટ અને ક્રાઉલી બાદ રૂટની શાનદાર ઇનિંગના દમ પર સરળતાથી ચેઝ કરી લીધો છે. ભારતની બેટિંગ મજબૂત રહી હતી, જોકે બોલરો નિષ્ફળ જતા પ્રથમ ટેસ્ટ ગુમાવવી પડી છે. અંતે 5 મેચોની સીરિઝમાં યજમાન ટીમ હવે 1-0થી આગળ છે.









