Get The App

દિલ્હી-રાજસ્થાનની મેચમાં જોવા મળશે ત્રણ ખેલાડીઓનો જલવો, આ વિસ્ફોટક બેટરની છે પહેલી સિઝન

Updated: Mar 28th, 2024

GS TEAM


Google News
Google News
દિલ્હી-રાજસ્થાનની મેચમાં જોવા મળશે ત્રણ ખેલાડીઓનો જલવો, આ વિસ્ફોટક બેટરની છે પહેલી સિઝન 1 - image
Image:IANS

IPL 2024 DC vs RR : IPL 2024માં આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાનાર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. પંજાબ કિંગ્સ સામે હાર સાથે IPL 2024 સિઝનની શરૂઆત કરનાર રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની નજર રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જીત પર રહેશે. જો કે રાજસ્થાન રોયલ્સ માટે સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.

સંજુ સેમસન

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને લખનઉ સુપર જાયન્ટ્સ સામે શાનદાર બેટિંગ કરી હતી. તેણે અણનમ 82 રન બનાવ્યા હતા. સંજુએ આ દરમિયાન 6 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. સંજુ ફોર્મમાં છે અને તેણે ઘણા પ્રસંગોએ કમાલ કરી બતાવી છે. તે દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સેમસને અત્યાર સુધીમાં 153 IPL મેચ રમી છે. આ દરમિયાન તેણે 3970 રન બનાવ્યા છે.

યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સના ટોચના ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે અત્યાર સુધી 38 IPL મેચમાં 1196 રન બનાવ્યા છે. જયસ્વાલે ગત IPL સિઝનમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. તે આ વખતે પણ RR માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જયસ્વાલને જોસ બટલર સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે. તેણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 12 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા એન 1 છગ્ગો ફટકાર્યો હતો.

શાઈ હોપ

દિલ્હી કેપિટલ્સ માટે શાઈ હોપ કમાલ કરી શકે છે. તે એક અનુભવી બેટર છે. હોપે ગત મેચમાં પંજાબ કિંગ્સ સામે 33 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. શાઈ હોપની આ ડેબ્યુ IPL સિઝન છે. પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ડોમેસ્ટિક મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હોપે 28 T20 મેચમાં 509 રન બનાવ્યા છે. તે રાજસ્થાન રોયલ્સ સામે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

દિલ્હી-રાજસ્થાનની મેચમાં જોવા મળશે ત્રણ ખેલાડીઓનો જલવો, આ વિસ્ફોટક બેટરની છે પહેલી સિઝન 2 - image

Tags :