IPL 2026 : રાજસ્થાન રૉયલ્સે રાહુલ દ્રવિડને બદલે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજને સોંપી હેડ કોચની જવાબદારી

Rajasthan Royals Head Coach: IPL 2026 પહેલા રાજસ્થાન રૉયલ્સે આગામી સિઝન માટે હેડ કોચનું એલાન કરી દીધું છે. રાજસ્થાન રૉયલ્સે રાહુલ દ્રવિડને બદલે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ કુમાર સંગાકારાને હેડ કોચની જવાબદારી સોંપી છે. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. કુમાર સંગાકારા રાજસ્થાન રૉયલ્સ માટે ડિરેક્ટર ઓફ ક્રિકેટની જવાબદારીની સાથે-સાથે હેડ કોચની પણ ભૂમિકા ભજવશે.
2021 થી 2024 સુધી કુમાર સંગાકારા જ રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ હતા
ગત સિઝનમાં રાહુલ દ્રવિડની એન્ટ્રી પહેલા 2021 થી 2024 સુધી કુમાર સંગાકારા જ રાજસ્થાન રૉયલ્સના હેડ કોચની જવાબદારી સંભાળી રહ્યા હતા. IPL 2025માં તેમને પ્રમોટ કરીને ડિરેક્ટર ઓફ ક્રિકેટ બનાવી દેવામાં આવ્યા અને દ્રવિડ કોચની ભૂમિકામાં હતા. જોકે, ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને ત્યારબાદ રાહુલ દ્રવિડે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે, 2024માં રૉયલ્સમાં સામેલ થનારા શેન બોન્ડ ફાસ્ટ બોલિંગ કોચ પદ પર યથાવત રહેશે.
🚨 Official: Director of Cricket Kumar Sangakkara will also take charge as Head Coach for IPL 2026 pic.twitter.com/4IRWoQM3mj
— Rajasthan Royals (@rajasthanroyals) November 17, 2025
રાજસ્થાન રૉયલ્સે કર્યો મોટો ફેરફાર
IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સે તેમની ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. લાંબા સમયથી બીજી IPL ટ્રોફીની તલાશ કરી રહેલી ફ્રેન્ચાઈઝીએ કેપ્ટન સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સના હાથે ટ્રેડ કર્યો અને તેના બદલામાં રવીન્દ્ર જાડેજા અને સેમ કરનને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
રાજસ્થાન રૉયલ્સે આ ખેલાડીઓને કર્યા રિલીઝ
વાનિન્દુ હસરંગા
મહીશ તીક્ષાણા
ફઝલ ફારૂકી
આકાશ મધવાલ
અશોક શર્મા
કુમાર કાર્તિકેય
કુણાલ સિંહ રાઠોડ
સંજુ સેમસન (ટ્રેડ આઉટ)
આ પણ વાંચો: અનિલ કુંબલેએ પંતની કેપ્ટન્સી સામે સવાલ ઉઠાવ્યા, કહ્યું - 'બુમરાહને પહેલા બોલિંગ...'
રાજસ્થાન રૉયલ્સ સ્કવોડ
રવીન્દ્ર જાડેજા (ટ્રેડ-ઈન), સેમ કરન (ટ્રેડ-ઈન), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, શુભમ દુબે, યુદ્ધવીર સિંહ, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, ક્વેના મફાકા
16 ડિસેમ્બરે યોજાનારા મીની ઓક્શન માટે આરઆર RR 16.05 કરોડ રૂપિયા બાકી રહ્યા છે.

