Get The App

ચેમ્પિયન્સ ટ્રૉફીની ભારત-બાંગ્લાદેશ મેચમાં વરસાદની આગાહી, જાણો કેવું રહેશે હવામાન

Updated: Feb 18th, 2025

GS TEAM


Google News
Google News
ચેમ્પિયન્સ ટ્રૉફીની ભારત-બાંગ્લાદેશ મેચમાં વરસાદની આગાહી, જાણો કેવું રહેશે હવામાન 1 - image

Champions Trophy 2025, IND Vs BAN : 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પહેલી મેચ રમીને ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાના અભિયાનની શરુઆત કરશે. ભારત પોતાની બધી મેચ દુબઈમાં રમશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ બંને ટીમો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. બંને ટીમો જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું ખાતું ખોલવા ઇચ્છશે. પરંતુ આ મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે.

મેચમાં વરસાદ બની શકે છે વિલન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચમાં વરસાદ વિલન બનશે તો ક્રિકેટ ચાહકોને નિરાશા હાથ લાગી શકે છે. હવામાનની આગાહી અનુસાર, 20 ફેબ્રુઆરીએ દુબઈનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જ્યારે વરસાદ પડવાની સંભાવના 35 ટકા છે. ભેજનું પ્રમાણ 48 ટકા રહેવાનું અનુમાન છે અને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુરુવારે આકાશમાં થોડા વાદળ રહેવાની સંભાવના છે. જેથી મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના વધુ છે.

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની અગ્નિપરીક્ષા, હાર્યા તો ગંભીર પર પણ લેવાઈ શકે છે એક્શન

ભારતે દુબઈમાં નવી પીચ પર રમવી પડશે મેચ 

જો દુબઈની પીચની વાત કરીએ તો અહીં ઝડપી બોલરોની મદદ મળે છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ શકે છે. કારણ કે, મીડિયા રીપોર્ટ અનુસાર, દુબઈમાં બે નવી પીચ તૈયાર કરવામાં આવી છે. એવામાં કહેવાઈ રહ્યું છે કે, નવી પીચ પર જ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ શકે છે. ભારતે હજુ સુધી આ પીચ પર એક પણ મેચ રમી નથી.       

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ : રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે એલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવીન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે બાંગ્લાદેશની ટીમ : નઝમુલ હુસૈન શાંતો (કૅપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હૃદય, સૌમ્ય સરકાર, તંજીદ હસન, મહમુદુલ્લાહ, ઝાકર અલી, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન, નસુમ અહેમદ, તંઝીમ હસન, નાહિદ રાણા.

ચેમ્પિયન્સ ટ્રૉફીની ભારત-બાંગ્લાદેશ મેચમાં વરસાદની આગાહી, જાણો કેવું રહેશે હવામાન 2 - image


Tags :