Get The App

રાહુલ દ્રવિડ અંગે મોટા સમાચાર! BCCIએ કરી ટીમ જાહેર, દીકરા સમિતને U-19માં મળ્યો ચાન્સ

Updated: Aug 31st, 2024

GS TEAM

Google News
Google News
Samit Dravid


India U19 squad for Australia multi format series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે, BCCIએ શનિવાર 31 ઑગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયા સામેની મલ્ટી-ફૉર્મેટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં સમિતને ભારતની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

રાહુલ દ્વવિડની ગણતરી મહાન બેટ્સમેનોમાં થાય છે. આ બેટ્સમેને વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં પણ યાદગાર પ્રદર્શન કર્યું છે. હવે રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ પણ અંડર-19માં ચમકવા જઈ રહ્યો છે.

ભારતીય અંડર-19 ટીમ ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામે વન-ડે અને ચાર-દિવસીય મેચ રમવાની છે. સમિતને આ બન્ને ફૉર્મેટની શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં તક મળી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ અંડર-19 સિરીઝ 21 સપ્ટેમ્બરથી શરુ થશે.

યુપીના મિડલ ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ અમાનને 50 ઓવરની ટીમનો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે મધ્યપ્રદેશના સોહમ પટવર્ધન ચાર દિવસીય શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. સમિતની વાત કરીએ તો તે તાજેતરમાં મહારાજા T20 ટ્રોફીમાં રમ્યો હતો. 

ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની ODI શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમ - રુદ્ર પટેલ (વાઇસ-કૅપ્ટન), સાહિલ પારખ (MAHCA), કાર્તિકેય કેપી (KSCA), મોહમ્મદ અમાન (કૅપ્ટન), કિરણ ચોરમલે, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર) , સમિત દ્રવિડ, યુધાજીત ગુહા, સમર્થ એન, નિખિલ કુમાર, ચેતન શર્મા, હાર્દિક રાજ, રોહિત રાજાવત અને મોહમ્મદ અનન.

ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની ચાર દિવસીય શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમ – વૈભવ સૂર્યવંશી, નિત્યા પંડ્યા, વિહાન મલ્હોત્રા (વાઇસ-કૅપ્ટન), સોહમ પટવર્ધન (કૅપ્ટન), કાર્તિકેય કેપી, સમિત દ્રવિડ, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશી સિંહ પંગાલિયા (વિકેટકીપર), ચેતન શર્મા, સમર્થ એન, આદિત્ય રાવત, નિખિલ કુમાર, અનમોલજીત સિંહ, આદિત્ય સિંહ અને મોહમ્મદ અનન.  

આ પણ વાંચો: કેપ્ટન કૂલની રિવ્યૂ સિસ્ટમ પર પહેલીવાર કોઈ અમ્પાયરનું મોટું નિવેદન, કહ્યું - મેદાન પર તેની છબિ....

Tags :