Get The App

ગુજરાતના સ્ટાર ક્રિકેટરે અચાનક નિવૃત્તિ જાહેર કરી, ભાવુક પોસ્ટ શેર કરી કહ્યું- સપનું પૂર્ણ કરવા બે દાયકા રાહ જોઈ

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
Priyank Panchal Retirement


Priyank Panchal Retirement: આજે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. જ્યારે આ બંને ટીમ મેચની તૈયારી કરી રહી હતી, ત્યારે એક ખેલાડીએ પોતાની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના અનુભવી બેટર પ્રિયાંક પંચાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

પ્રિયાંકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત માટે રમતા પ્રિયાંક પંચાલે 35 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 8,000થી વધુ રન બનાવ્યા હતા. ઓપનર પ્રિયાંકે ડોમેસ્ટિક ક્રિકેટમાં 250 થી વધુ મેચ રમી છે.

વર્ષ 2021 માં, પ્રિયાંકની ભારતીય ટીમમાં પસંદગી થઈ. દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર રોહિત શર્મા ઘાયલ થયા બાદ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.

પ્રિયાંક પંચાલે શેર કરી ભાવુક પોસ્ટ

પોતાના સોશિયલ મીડિયા પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા પ્રિયાંકે લખ્યું, 'મોટા થતાં વ્યક્તિ પોતાના પિતાને જુએ છે, તેમને આદર્શ માને છે, તેમનાથી પ્રેરણા મેળવે છે અને તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે અને હું પણ તેનાથી અલગ નહોતો. મારા પિતા લાંબા સમયથી મારા માટે તાકાત હતા, તેમણે મને જે શક્તિ આપી, તેમણે મને મારા સપનાઓને અનુસરવા, પ્રમાણમાં નાના શહેરમાંથી ઉભરીને એક દિવસ ભારતની કેપ પહેરવાની હિંમત કરવા માટે જે રીતે પ્રોત્સાહિત કર્યા તેનાથી હું અભિભૂત છું. મારા પિતા ઘણા સમય પહેલા અમને છોડી ગયા.'

પ્રિયાંકે વધુમાં કહ્યું કે, 'પરંતુ મારા પિતાએ મારા માટે એક સ્વપ્ન હતું જે મેં લગભગ બે દાયકાથી, દરેક સીઝનમાં, આજ સુધી મારી સાથે રાખ્યું હતું. પરંતુ હવે હું પ્રિયાંક પંચાલ, તાત્કાલિક અસરથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. તે એક ભાવનાત્મક ક્ષણ છે. તે એક સમૃદ્ધ ક્ષણ છે અને તે એક એવી ક્ષણ છે જે મને અપાર કૃતજ્ઞતાથી ભરી દે છે.'

પ્રિયાંક પંચાલ ડોમેસ્ટિક કરિયર

ગુજરાત અને પશ્ચિમ ઝોન માટે રમનાર પ્રિયાંકે 127 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 8856 રન બનાવ્યા હતા. જેમાં 29 સેન્ચુરી અને 34 ફિફ્ટીનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ક્લાસમાં પણ તેના નામે 16 વિકેટ છે. તેણે 97 લિસ્ટ એ મેચમાં 3672 રન અને 59 T-20 મેચોમાં 1522 રન બનાવ્યા છે. લિસ્ટ A માં તેના નામે 8 સેન્ચુરી અને 21 ફિફ્ટી છે.

ગુજરાતના સ્ટાર ક્રિકેટરે અચાનક નિવૃત્તિ જાહેર કરી, ભાવુક પોસ્ટ શેર કરી કહ્યું- સપનું પૂર્ણ કરવા બે દાયકા રાહ જોઈ 2 - image

Tags :