Get The App

ફિલ્ડરે ખુદ કહ્યું છગ્ગો છે પણ અમ્પાયરે ન આપ્યો..', પ્રિટી ઝિન્ટા ભડકી, કહ્યું - ભૂલ અસ્વીકાર્ય

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
ફિલ્ડરે ખુદ કહ્યું છગ્ગો છે પણ અમ્પાયરે ન આપ્યો..', પ્રિટી ઝિન્ટા ભડકી, કહ્યું - ભૂલ અસ્વીકાર્ય 1 - image


DC vs PBKS IPl 2025 | તાજેતરમાં પ્રિટી ઝિન્ટાએ કહ્યું હતું કે જો કોઈ મને પૂછ્યા વિના મારા બાળકોના ફોટા પાડશે, તો મને કાળીનો સ્વરૂપ ધારણ કરવામાં વધુ સમય નહીં લાગે. પરંતુ, પ્રિટી ઝિન્ટાનો ભયંકર ગુસ્સો ગઈકાલની પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચમાં જોવા મળી ગયો. જોકે આ વખતે કારણે તેમના બાળકોના ફોટા પાડવા સંબંધિત નહોતો. પરંતુ આ વખતે ગુસ્સાનું કારણ દિલ્હી અને પંજાબ વચ્ચેની લાઈવ મેચ દરમિયાન થયેલી એક મોટી ભૂલ હતી. 



શું મેચમાં હારને લીધે ગુસ્સે થઇ? 

હવે પ્રશ્ન એ છે કે એ કઈ મોટી ભૂલ હતી જેના કારણે પ્રિટી ઝિન્ટા ગુસ્સે થઈ ગઈ? શું આ તેની પોતાની ટીમ પંજાબ કિંગ્સની હાર છે, કારણ કે મેચનું પરિણામ જાહેર થયા પછી જ તે ગુસ્સે જોવા મળી હતી. દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટથી મળેલી હાર બાદ પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ હોબાળો મચાવ્યો હતો. જોકે કારણ અમ્પાયર દ્વારા કરાયેલી મોટી ભૂલ હતી. 



પ્રીતિ ઝિન્ટાના ગુસ્સાનું સાચું કારણ

ખરેખર તો પ્રિટી ઝિન્ટાનો ભયંકર ગુસ્સો પંજાબ કિંગ્સની હાર સાથે સંબંધિત નથી પરંતુ ઇનિંગની 15મી ઓવરમાં બનેલી ઘટના સાથે સંબંધિત છે. ઓવરના 5મા બોલ પર, દિલ્હી કેપિટલ્સના બોલર મોહિત શર્માના બહારના બોલ પર પંજાબના બેટ્સમેન શશાંક સિંહે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ શશાંકના બેટ પર વાગ્યો અને સિક્સ માટે બાઉન્ડ્રી લાઇન પાર જતો જોવા મળ્યો. આ દરમિયાન, બાઉન્ડ્રી લાઇન પર ઉભેલા કરુણ નાયરે તેને રોકવાનો પ્રયાસ કર્યો. કરુણ નાયર તેમાં ઘણી હદ સુધી સફળ થયા હોય તેવું લાગતું હતું. પરંતુ જ્યારે તેણે બોલ રોક્યો ત્યારે તેનો પગ બાઉન્ડ્રી લાઇનને સ્પર્શી ગયો હતો. 



થર્ડ અમ્પાયરના નિર્ણય પર પ્રીતિ ગુસ્સે થઈ

જોકે પ્રિટીના ગુસ્સાનું કારણ એ છે કે  ખુદ કરુણ નાયરના મતે તે છગ્ગો હતો. પરંતુ તેમ છતાં મામલો ત્રીજા અમ્પાયર સુધી પહોંચ્યો અને અહીં વળાંક એ જોવા મળ્યો જેનાથી પ્રીતિ ઝિન્ટા ગુસ્સે થઈ ગઈ. બન્યું એવું કે કરુણ નાયર કે જેણે બોલ રોક્યો હતો અને પોતે તેણે સ્વીકાર્યું હતું કે આ છગ્ગો છે છતાં થર્ડ અમ્પાયરે તેનો દાવો નકારી કાઢ્યો હતો. આ રીતે જ્યાં પંજાબ કિંગ્સને 6 રન મળવા જોઈતા હતા, ત્યાં ફક્ત 1 રન મળ્યો.

આવી ભૂલ અસહ્ય : પ્રિટી ઝિન્ટા

પંજાબ કિંગ્સ સાથે થયેલા આ અન્યાય પર મેચ પછી પ્રિટી ઝિન્ટા ગુસ્સે થતી જોવા મળી. તેણે થર્ડ અમ્પાયરના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો, તેને એક મોટી ભૂલ ગણાવી અને સંપૂર્ણ પુરાવા સાથે કહ્યું કે IPLમાં આવી ભૂલો માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. પ્રીતિ ઝિન્ટાએ તેના એક્સ હેન્ડલ પર લખ્યું કે IPL જેવી હાઇ પ્રોફાઇલ ટુર્નામેન્ટમાં, જ્યાં આટલી બધી ટેકનોલોજી છે, તો પણ જો થર્ડ અમ્પાયર આવી ભૂલ કરે છે, જે વાત અસહ્ય છે. એવું ન થવું જોઈએ. તેમણે આગળ લખ્યું કે મેચ પૂરી થયા પછી, મેં કરુણ નાયર સાથે વાત કરી અને તેણે પોતે પુષ્ટિ કરી કે તે છગ્ગો હતો.



Tags :