Get The App

VIDEO: પ્રસિધ કૃષ્ણાએ ત્રીજી વનડેમાં કરી કમાલ, સાઉથ આફ્રિકાને એક જ ઓવરમાં આપ્યો ડબલ ઝટકો

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: પ્રસિધ કૃષ્ણાએ ત્રીજી વનડેમાં કરી કમાલ, સાઉથ આફ્રિકાને એક જ ઓવરમાં આપ્યો ડબલ ઝટકો 1 - image


Prasidh Krishna In ODI India and South Africa: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સીરિઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતી વખતે આફ્રિકન ટીમ થોડા સમય માટે મેથ્યુ બ્રિટ્ઝ્કે અને ક્વિન્ટન ડી કોક સાથે શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગમાં કમાલ કરીને એકજ ઓવરમાં આફ્રિકન ટીમને ડબલ ઝટકો આપ્યો હતો.

પ્રસિદ્ધે મેથ્યુને LBW આઉટ કર્યો

સાઉથ આફ્રિકાની ઇનિંગમાં 29 ઓવર ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા કરી રહ્યા હતા. જેમાં બીજા બોલે પ્રસિદ્ધે મેથ્યુને LBW આઉટ કર્યો. જેમાં મેથ્યુએ DRS (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ) જરૂરથી લીધુ, પરંતુ તેમાં બોલ સીધો સ્ટમ્પ પર વાગતો જોવા મળે છે. આઉટ થતાં અંતે મેથ્યુને 24 રનના સ્કોર સાથે પેવેલિયન પરત ફરવુ પડ્યું હતું. 

જ્યારે 29મી ઓવરમાં છેલ્લા બોલમાં પ્રસિદ્ધે એડન માર્કરમને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને મોટી સફળતા અપાવી. ગત મેચમાં માર્કરમે સદી ફટકારીને સાઉથ આફ્રિકાને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. આ વખતે માર્કરમે ધીમેથી બેટિંગ કરી હતી, જેમાં વિરાટ કોહલીએ કેસ કરતાં તે આઉટ થયો હતો.  માર્કરમે આ મેચમાં 2 બોલમાં 1 રન બનાવીને પરત ફર્યો.

આ પણ વાંચો: વિચિત્ર કારણોસર WBBLમાં મેચ રદ, કદાચ ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર થયું! જાણો મામલો

આ પછી પ્રસિદ્ધ કૃષ્ણાએ તેની 33મી ઓવરમાં ક્વિન્ટન ડી કોકને આઉટ કર્યો હતો. આમ ક્વિન્ટન ડી કોકની વિકેટ ભારત માટે સફળ સાબિત થઈ. તમને જણાવી દઈએ કે, પ્રસિદ્ધ કૃષ્ણાએ બીજી વનડે મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. જેમાં પ્રસિદ્ધે 8.2 ઓવરમાં 85 રન અપાવ્યા હતા. જેમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પ્રસિદ્ધે આ મેચમાં ત્રણ વિકેટ લઈને જોરદાર વાપસી કરી હતી. 

Tags :