કોરોનાના કારણે સ્થગિત થયેલી એશિયન ગેમ્સનું આયોજન હવે આવતા વર્ષે થશે
- ૨૩મી સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર સુધી ગેમ્સનું આયોજન
- ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાનારી એશિયન ગેમ્સ કોરોનાના જોખમને કારણે સ્થગિત કરવામાં આવી હતી
કુવૈત
સિટી, તા.૧૯
કોરોનાના
કારણે ચાલુ વર્ષે સ્થગિત કરવામાં આવેલી એશિયન ગેમ્સ હવે આવતા વર્ષે યોજાશે તેવી
જાહેરાત ઓલિમ્પિક કાઉન્સીલ ઓફ એશિયાએ કરી છે. ચીનના હાંગઝોઉ શહેરમાં ચાલુ વર્ષે
યોજાનારી એશિયન ગેમ્સને કોરોનાના વધી રહેલા કેસોને જોતા સ્થગિત કરવામાં આવી હતી.
હવે ચીનના હાંગઝોઉ શહેરમાં જ એશિયન ગેમ્સ આવતા વરષે ૨૩મી સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર
દરમિયાન આયોજીત થશે.
ચીનના
હાંગઝોઉ શહેરમાં જ ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સ યોજાવાની હતી. જોકે મે
મહિનામાં ચીનના વિવિધ શહેરોમાં કોરોનાના કેસમાં આવેલા જબરજસ્ત ઉછાળો આવ્યો હતો.
જેના પરિણામે મે મહિનામાં જ ઓલિમ્પિક કાઉન્સીલ ઓફ એશિયાએ એશિયન ગેમ્સને સ્થગિત
કરવાનો નિર્ણય લીધો હતો.
એશિયન
ગેમ્સમાં આશરે ૧૦,૦૦૦ કરતાં વધુ એથ્લીટ્સ ભાગ લેતા હોય છે. ઓલિમ્પિક ગેમ્સ બાદ એશિયન ગેમ્સ
વિશ્વનો સૌથી મોટો રમત મહોત્સવ બની રહે
છે. ઓલિમ્પિક કાઉન્સીલ ઓફ એશિયાએ જણાવ્યું છે કે, તેણે અન્ય
સ્પોર્ટસ ઈવેન્ટ્સના કેલેન્ડરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ અગાઉ ચીનના
ચેંગડુ શહેરમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થશે. જે જુન મહિનામાં યોજાશે. આ
ગેમ્સ પણ ગત વર્ષે યોજાવાની હતી, જેને ૨૦૨૩ સુધી સ્થગિત
કરવામાં આવી છે.