પોલાર્ડ છ બોલમાં છ છગ્ગાની સિદ્ધિ નોંધાવનારો ત્રીજો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બન્યો
શ્રીલંકા સામેની પ્રથમ ટી-૨૦માં પોલાર્ડના શાનદાર દેખાવથી વિન્ડીઝ જીત્યું
- શ્રીલંકા 9 વિકેટે 131, વેસ્ટઇન્ડિઝ 6 વિકેટે 132, હેટટ્રિક મેળવનારા બોલરની ઓવરમાં જ છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા
- પોલાર્ડ ગીબ્સ, યુવરાજ બાદ સિદ્ધિ નોંધાવનારો ત્રીજો ખેલાડી
કૂલિજઃ વેસ્ટઇન્ડિઝની ટી-૨૦ ટીમનો કેપ્ટન કિરોન પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટી-૨૦માં છ બોલમાં છ છગ્ગાની સિદ્ધિ નોંધાવનારો હર્ષેલ ગીબ્સ, યુવરાજસિંહ પછીનો ત્રીજો ક્રિકેટર બન્યો છે. પોલાર્ડે શ્રીલંકા સામેની પહેલી ટી-૨૦માં વિન્ડીઝ સામે હેટટ્રિક મેળવી તેને મુશ્કેલીમાં મૂકનારા અકિલા દનંજયની ઓવરમાં છ બોલમાં છ છગ્ગાની સિદ્ધિ મેળવી હતી.
શ્રીલંકાએ આપેલા ૧૩૨ રનના લક્ષ્યાંક સામે વિન્ડીઝ અકિલા દનંજયે ઝડપેલી હેટટ્રિકના લીધે ૫૨ રનમાં ૩ વિકેટ ગુમાવી મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. પણ તેણે દનંજયની તેના પછીની ઓવરમાં છ બોલમાં છ છગ્ગા ફટકારીને વિન્ડીઝને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું.
આશ્ચર્યની વાત તો એ છે કે દનંજયે અગાઉની ઓવરમાં જ લુઇસ (૨૮), ગેઇલ (૦) અને પૂરન (૦)માં આઉટ કરીને હેટટ્રિક મેળવી હતી. જો કે પોલાર્ડ ફક્ત ૧૧ બોલમાં ૩૮ રન કરીને વાણિનુ હસરંગાની ઓવરમાં લેગબિફોર થઈ ગયો હતો. જો કે જેસન હોલ્ર ૨૪ બોલમાં અણનમ ૨૯ રન કરી વિન્ડીઝને વિજય તરફ દોરી ગયો હતો.
પોલાર્ડે જણાવ્યું હતું કે તેને કલ્પના ન હતી કે તે આ પ્રકારની સિદ્ધિ નોંધાવશે, પરંતુ સળંગ ત્રણ બોલમાં ૩ છગ્ગા માર્યા પછી તેને આ શક્ય લાગવા માંડયું હતું. તેણે કહ્યું હતું કે મને છગ્ગાની સાથે હું ટીમ માટે મહત્ત્વનું પ્રદાન કરી શક્યો તેનો આનંદ છે.
શ્રીલંકાની ટીમ અગાઉ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૧ રન જ કરી શકી હતી. તેમા પથુમ નિશાંકા ૩૪ બોલમાં ૩૯ રન કરી ટોપ સ્કોરર હતો. જ્યારે નિરોશન ડિકવેલાએ ૨૯ બોલમાં ૩૩ રન કર્યા હતા.
આ પ્રકારની સિદ્ધિ નોંધાવનારા અન્ય ખેલાડીઓમાં ગેરી સોબર્સે ૧૯૬૮માં અને રવિ શાસ્ત્રીએ ૧૯૮૫માં ફર્સ્ટ ક્લાસ મેચોમાં રોસ વ્હીટલીએ ૨૦૧૭માં અને હઝરતુલ્લાહ ઝલાઈએ સ્થાનિક ટી૨૦ મેચમાં આ પ્રકારની સિદ્ધિ નોંધાવી હતી.
સ્કોરબોર્ડ
શ્રીલંકા
રન બોલ 4 6
ડિકવેલા બો. હોલ્ડર ૩૩ ૨૯ ૩ ૧
ગુણાથિલકા કો. પોલાર્ડ બો. સિન્કલૈર ૦૪ ૦૬ ૦ ૦
નિસાન્કા સ્ટ. પૂરન બો. એલન ૩૯ ૩૪ ૪ ૧
ચંડીમલ કો. હોલ્ડર બો. મેકોય ૧૧ ૧૦ ૦ ૧
મેથ્યુસ કો. સિમોન્સ બો. એડવર્ડસ ૦૫ ૦૭ ૦ ૦
પરેરા કો. બ્રેવો બો. મેકોય ૦૧ ૦૪ ૦ ૦
ડી સિલ્વા કો. એલન બો. બ્રેવો ૧૨ ૧૪ ૦ ૦
બંદારા રનઆઉટ ૧૦ ૦૬ ૧ ૦
દનંજય અણનમ ૦૯ ૦૯ ૦ ૦
ચામીરા અણનમ ૦૨ ૦૨ ૦ ૦
લેગબાય-૨, વાઇડ-૩ ૦૫
કુલ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૧
વિકેટ પડવાનો ક્રમઃ ૧-૨૦, ૨-૭૧, ૩-૮૩, ૪-૯૬, ૫-૯૭, ૬-૧૦૬, ૭-૧૧૧, ૮-૧૨૬, ૯-૧૩૧
બોલિંગઃ સિન્કલૈર ૩-૦-૨૬-૧, એડવર્ડ્સ ૪-૦-૨૯-૧,હોલ્ડર ૪-૦-૧૯-૧, મેકોય ૪-૦-૨૫-૨, બ્રેવો ૪-૦-૨૬-૧, એલન ૧-૦-૪-૧.
વેસ્ટઇન્ડિઝ
રન બોલ 4 6
સિમોન્સ લેગબિફોર બો. ડી સિલ્વા ૨૬ ૧૫ ૩ ૨
લુઇસ કો. ગુણાતિલકા બો. દનંજય ૨૮ ૧૦ ૨ ૩
ગેઇલ લેગબિફોર બો. દનંજય ૦૦ ૦૧ ૦ ૦
પૂરન કો. ડિકવેલા બો. દનંજય ૦૦ ૦૧ ૦ ૦
પોલાર્ડ લેગબિફોર બો. ડી સિલ્વાર ૩૮ ૧૧ ૦ ૬
હોલ્ડર અણનમ ૨૯ ૨૪ ૧ ૨
એલન લેગબિફોર બો. ડી સિલ્વા ૦૦ ૦૧ ૦ ૦
બ્રેવો અણનમ ૦૪ ૧૭ ૦ ૦
વધારાના લેગબાય-૪, નોબોલ-૧, વાઇડ-૪ ૦૯
૧૩.૧ ઓવરમાં ૬ વિકેટે ૧૩૪
વિકેટ પડવાનો ક્રમઃ ૧-૫૨, ૨-૫૨, ૩-૫૨, ૪-૬૨, ૫-૧૦૧, ૬-૧૦૧
બોલિંગઃ મેથ્યુઝ ૧-૦-૧૯-૦, દનંજય ૪-૦-૬૨-૩, ચામીરા ૩-૦-૨૯-૦, ડી સિલ્વા ૪-૦-૧૨-૩, બંદારા ૧-૦-૨-૦.