મેડ્રિડ, તા.૪
સ્પેનિશ
ફૂટબોલ સ્ટાર જેરાર્ડ પીકે અને પોપસ્ટાર શાકિરાએ ૧૨ વર્ષના સંબંધો બાદ આખરે છુટા પડવાનો
નિર્ણય લીધો હતો. બંનેએ સંયુક્ત નિવેદનમાં અલગ થવાની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટમાં
જણાવવામાં આવ્યું છે કે, પીકેને અન્ય મહિલા સાથે સંબંધ હતા અને તે પકડાઈ જતાં શાકિરા છેલ્લા કેટલાક
સમયથી તેને છોડી ગઈ હતી. હવે તેમણે આ અંગે સ્પષ્ટતા કરી છે. જોકે તેમણે કરેલી જાહેરાતમાં
છુટા પડવાના કારણનો ખુલાસો કરવામા આવ્યો નથી.
શાકિરાએ
તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પિકેની તસવીર અપલોડ કરવાનું બંધ કરતાં તેમની વચ્ચે
તનાવની ચર્ચા ચાલી હતી. મધર્સ ડે પર પણ તેણે પિકેની તસવીર પોસ્ટ કરી નહતી કે તેનો
ઉલ્લેખ પણ કર્યો નહતો. શાકિરા અને પીકેને બે પુત્રો છે. સાત વર્ષના પુત્રનું નામ
સાશા અને નવ વર્ષના પુત્રનું નામ મિલાન છે.
વર્ષ
૨૦૧૦ના ફિફા વર્લ્ડ કપનું શાકિરાનું 'વાકા...વાકા...'સોંગ ભારે લોકપ્રિય બન્યું હતુ. આ
સોંગના શૂટિંગ વખતે શાકિરા અને પિકે મળ્યા હતા અને તેમની દોસ્તી થઈ હતી.


