ઈસ્લામાબાદ,તા.16 નવેમ્બર-2022, બુધવાર
T20 વર્લ્ડકપ સમાપ્ત થઈ ગયો છે અને પાકિસ્તાનની ટીમ ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ છે. પાકિસ્તાનની ટીમની ફાઈનલ મેચમાં ખરાબ પ્રદર્શન બદલ ઘણી ટીકા થઈ હતી. જો હજુ પણ પાકિસ્તાન ક્રિકેટમાં વિવાદોના અહેવાલો સામે આવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેચ બોર્ડના અધ્યક્ષ રમિઝ રાઝાએ પૂર્વ ક્રિકેટ કામરાન અકમલને નોટીસ મોકલી છે.
અકમલ પર માનહાનિનો કેસ
હાલના સમયમાં કામરાન અકમલ પોતાની યુ-ટ્યૂબ ચેનલ પર સક્રિય છે. આ યુ-ટ્યૂબ ચેનલ પર અકમલ રમત-ગમતથી જોડાયેલી ચર્ચાઓનો કાર્યક્યમ કરતો હોય છે. આ દરમિયાન તેણે તેની ચેનલ પર એવું નિવેદન કર્યું કે પાકિસ્તાન ક્રિકેટમાં વિવાદ ઉભો થયો છે અને રમીઝ રાઝા ગુસ્સે ભરાયો છે. હાલ તિખા નિવેદનના કારણે અકમલ માનહાનિ કેસનો સામનો કરી રહ્યો છે.
અન્ય ક્રિકેટરોને પણ નોટિસ મોકલવાની તૈયારી
રમીઝ રાઝાએ કામરાન અકમલને લીગલ નોટીસ મોકલી છે. જોકે રમીઝ રાજાએ કંઈ કોમેન્ટ પર નોટીસ મોકલી તે હજુ સ્પષ્ટ નથી. પીસીબી ઓફિસ દ્વારા અકમલને નોટીસ મોકલાઈ છે. અહેવાલો અનુસાર જે ક્રિકેટરો પોતાની યુ-ટ્યૂબ ચેનલ ચલાવી રહ્યા છે અને સતત રમત-ગમત પર કોમેન્ટ કરતા છે, તેઓને રમીજ રાજા નોટીસ મોકલી શકે છે. રમીઝ રાજાના નજીકના સહયોગીના જણાવ્યા અનુસાર, જે પૂર્વ ક્રિકેટરો ખોટી નિવેદનબાજી કરીને લાઈન ક્રોસ કરી છે, તેવા ક્રિકેટરોએ કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન ક્રિકેટ અંગે યુ-ટ્યૂબ પર નિવેદનબાજી કરાનારાઓ વિરૂદ્ધ પીસીબી કાયદેસરની કાર્યવાહી કરશે. ઘણા ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો પોતાની યુટ્યુબ ચેનલો ચલાવે છે, જેમાં શોએબ અખ્તર, કામરાન અકમલ, સલમાન બટ્ટ, ઈન્ઝમામ-ઉલ-હક સહિતના ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.


