Get The App

PBKS vs LSG: 16 છગ્ગા, 12 ચોગ્ગા, 182 રન... પ્રિયાંશ અને કોનોલીની જોડીએ IPLમાં રચ્યો ઈતિહાસ

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
PBKS vs LSG: 16 છગ્ગા, 12 ચોગ્ગા, 182 રન... પ્રિયાંશ અને કોનોલીની જોડીએ IPLમાં રચ્યો ઈતિહાસ 1 - image


PBKS vs LSG 2026: IPL 2026માં ગઇકાલે પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 54 રને ભવ્ય વિજય મેળવીને પોતાની અજેય કૂચ જાળવી રાખી છે. પંજાબના બેટર પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીએ મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને IPL ઈતિહાસની સૌથી વિસ્ફોટક પાર્ટનરશીપમાંથી એક નોંધાવી હતી.

PBKS vs LSG: 16 છગ્ગા, 12 ચોગ્ગા, 182 રન... પ્રિયાંશ અને કોનોલીની જોડીએ IPLમાં રચ્યો ઈતિહાસ 2 - image

અનેક રેકોર્ડ ધ્વસ્ત

વિસ્ફોટક ભાગીદારી

ઓપનર પ્રભસિમરન સિંઘ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા બાદ પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીએ બીજી વિકેટ માટે માત્ર 80 બોલમાં 182 રનની તોફાની ભાગીદારી કરી હતી.

પ્રિયાંશ આર્યનું તોફાન

24 વર્ષીય બેટર પ્રિયાંશ આર્યએ માત્ર 37 બોલમાં 93 રન ફટકાર્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે.

કોનોલીની કમાલ

ઓસ્ટ્રેલિયન યુવા સ્ટાર કૂપર કોનોલીએ 46 બોલમાં 87 રનની ઈનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

બાઉન્ડ્રીનો વરસાદ

આ જોડીએ મળીને કુલ 16 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા.

સીઝનનો હાઈએસ્ટ સ્કોર

પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 254 રન બનાવ્યા હતા, જે આઈપીએલ 2026નો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે.

PBKS vs LSG: 16 છગ્ગા, 12 ચોગ્ગા, 182 રન... પ્રિયાંશ અને કોનોલીની જોડીએ IPLમાં રચ્યો ઈતિહાસ 3 - image

પંજાબ કિંગ્સના ઈતિહાસની ત્રીજી મોટી ભાગીદારી:

આ 182 રનની ભાગીદારી પંજાબ માટે ઈતિહાસની ત્રીજી સૌથી મોટી ભાગીદારી બની છે.

1. 206 રન - ગિલક્રિસ્ટ અને શોન માર્શ (2011)

૨. 183 રન - કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ (2020)

૩. 182 રન - પ્રિયાંશ આર્યા અને કૂપર કોનોલી (2026)

લખનૌ તરફથી ઋષભ પંત અને એડન માર્કરામે લડત આપી હતી, પરંતુ 255 રનના વિશાળ લક્ષ્યાંક સામે લખનૌની ટીમ 200 રન જ બનાવી શકી હતી.