Get The App

Paris Olympics 2024: ઓલિમ્પિકમાં આ વખતે ચાર નવી રમતો, મેડલમાં એફિલ ટાવરનું લોખંડ, જાણો ખાસિયતો

Updated: Jul 13th, 2024

GS TEAM


Google News
Google News
Paris Olympics 2024: ઓલિમ્પિકમાં આ વખતે ચાર નવી રમતો, મેડલમાં એફિલ ટાવરનું લોખંડ, જાણો ખાસિયતો 1 - image


Paris Olympics 2024: રમતોમાં સૌથી મોટા મહાકુંભની શરુઆત 1896માં થઇ હતી.  વે 26મી જુલાઈથી 33મી સમર ઓલિમ્પિક રમાવાવની છે. આ વખતના ઓલિમ્પિકને ખાસ બનાવવા માટે પેરિસે 10 વર્ષ પહેલા તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પેરિસ ઓલિમ્પિક 26મી જુલાઈથી શરૂ થશે. જે 11મી ઓગસ્ટે પૂર્ણ થશે. આ વખતની ઓલિમ્પિક્સ તદ્દન અલગ છે.

નદી પર ઓપનિંગ સેરેમની 

2024 પેરિસ ઓલિમ્પિક માત્ર ખાસ જ નહીં પરંતુ તેની ઓપનિંગ સેરેમની પણ ખાસ હશે. 2024 પેરિસ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ નદી પર યોજાશે. આ અગાઉ ઉદઘાટન સમારોહ વિશાળ મેદાન અથવા સ્ટેડિયમમાં યોજવામાં આવતો હતો, પરંતુ પ્રથમ વખત નદી પર ઉદ્ઘાટન સમારોહ યોજાશે.  આ ઉદઘાટન સમારોહ સેરી નદી પર થશે, હજારો રમતવીરો બોટ દ્વારા નદી પાર કરીને એફિલ ટાવર તરફ જશે. 2024 પેરિસ ઓલિમ્પિકનું પ્રતીક પણ તદ્દન અલગ છે.

મેડલમાં એફિલ ટાવરનું લોખંડ 

પેરિસ ઓલિમ્પિક 2024નો મેડલ ખૂબ જ ખાસ છે. માત્ર તેની ડિઝાઇન જ અદભૂત નથી. મેડલની ડિઝાઇન ફ્રાન્સની સ્પિરિટને દર્શાવે છે. દરેક મેડલની સાથે એફિલ ટાવરનું અસલ લોખંડ જોડાયેલ છે. ગોલ્ડ મેડલનું વજન 529 ગ્રામ, સિલ્વર મેડલનું વજન 525 ગ્રામ અને બ્રોન્ઝ મેડલનું વજન 455 ગ્રામ હશે.

પેરિસ ઓલિમ્પિકમાં 4 નવી રમતોનો સમાવેશ

પેરિસ ઓલિમ્પિકમાં ચાર નવી રમતો ઉમેરવામાં આવી છે. આ વખતે બ્રેકડાન્સિંગ ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરશે. આ વખતે ઓલિમ્પિકમાં સ્કેટબોર્ડિંગ, સર્ફિંગ અને સ્પોર્ટ્સ ક્લાઈમ્બિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, આ વખતે કેટલીક રમતો ઓલિમ્પિકનો ભાગ ન બની શકે. કરાટે, બેઝબોલ અને સોફ્ટબોલ જેવી રમતો ટોક્યો ઓલિમ્પિકનો ભાગ હતી, પરંતુ આ વખતે તેને હટાવી દેવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિકમાં જે ચાર નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં એકપણ ભારતીય એથ્લેટ ક્વોલિફાય કરવામાં આવી નથી. 

Tags :