Get The App

સ્ટાર બોલર શાહીન શાહ આફ્રિદીની એવી ઘાતક બોલિંગ કે બેટ જ તોડી કાઢ્યું, બેટ્સમેન પણ જોતો રહી ગયો

લાહોર ઝાલ્મીની ટીમે 241 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો

બાબર આઝમને 7 રનના સ્કોરે આઉટ કરી પવેલિયન ભેગો કર્યો હતો

Updated: Feb 27th, 2023

GS TEAM

Google News
Google News
સ્ટાર બોલર શાહીન શાહ આફ્રિદીની એવી ઘાતક બોલિંગ કે બેટ જ તોડી કાઢ્યું, બેટ્સમેન પણ જોતો રહી ગયો 1 - image

image : Twitter

તા. 27 ફેબ્રુઆરી 2023, સોમવાર

પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ પીએસએલમાં તેના જબરદસ્ત પરફોર્મન્સ સાથે ક્રિકેટ જગતમાં વાપસી કરી છે. લાહોર કલંદર્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચે રમાયેલી મેચમાં શાહીને એવા બે ધમાકેદાર બોલ નાખ્યા જેણે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું. શાહીને પેશાવરના બેટ્સમેન મોહમ્મદ હારિસને એવો બોલ નાખ્યો કે તેના બેટના બે ટુકડાં જ થઇ ગયા. પોતે હારીસ પણ આ દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. જ્યારે બીજા જ બોલ પર તે કંઇ સમજે એ પહેલા શાહીન શાહ આફ્રિદીએ તેને ક્લિન બોલ્ડ માર્યો હતો. 

શાહીને મારી બાજી

શાહીન પીએસએલમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે ઝાલ્મી સામેની મેચમાં પહેલી જ ઓવરમાં જોરદાર ફોર્મ બતાવ્યું હતું.  મેચ શરૂ થાય તે પહેલા જ શાહીન અને બાબર વચ્ચેનો મુકાબલો ચર્ચામાં હતો. આ મેચમાં શાહિને બાજી મારતા ઓવરની પ્રથમ બોલમાં જ હારિસના બેટના બે ટુકડા કરી નાખ્યા હતા. શાહીને તેની ત્રીજી ઓવરમાં બાબર આઝમને 7 રનના સ્કોરે આઉટ કરી પવેલિયન ભેગો કર્યો હતો.

ફખર ઝમાનનો શાનદાર પર્ફોર્મેન્સ

અગાઉ લાહોર ઝાલ્મીની ટીમે 241 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જેમાં ફખર ઝમાને 45 બોલમાં 96 રન, અબ્દુલ્લા શફીકે 41 બોલમાં 75 રન અને સેમ બિલિંગ્સે 23 બોલમાં 47 રન બનાવી ટીમને મજબુત સ્થિતિમાં પહોંચાડી હતી.