Get The App

પાકિસ્તાનની મુશ્કેલી વધી, વધુ એક મેચ કેન્સલ થવાની ભીતિ, ભારતનો બહિષ્કાર ભારે પડશે!

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનની મુશ્કેલી વધી, વધુ એક મેચ કેન્સલ થવાની ભીતિ, ભારતનો બહિષ્કાર ભારે પડશે! 1 - image


T20 World Cup and Ind vs Pak Controversy : T20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ભારત સામે રમવાનો ઇનકાર કર્યા બાદ હવે પાકિસ્તાન પર ટૂર્નામેન્ટમાંથી વહેલા બહાર ફેંકાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

વરસાદ બગાડશે પાકિસ્તાનની રમત

ટી20 વર્લ્ડ કપ 2026 માં ગ્રુપ A માં રહેલી પાકિસ્તાની ટીમની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ કોલંબોમાં નેધરલેન્ડ સામે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આખું અઠવાડિયું ભારે વરસાદ અને વીકએન્ડ પર વાવાઝોડાની શક્યતા છે. જો આ મેચ વરસાદમાં ધોવાઈ જાય, તો પાકિસ્તાન માટે સુપર 8 માં પહોંચવું લગભગ અશક્ય બની જશે, કારણ કે ભારત સામેની મેચના 2 પોઈન્ટ્સ તે પહેલેથી જ ગુમાવી ચૂક્યું છે.

શા માટે ભારત સામે રમવાની ના પાડી?

પાકિસ્તાને બાંગ્લાદેશનું સમર્થન કરવાના બહાને ભારત સામે 15 ફેબ્રુઆરીએ યોજાનારી મેચ રમવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. જોકે, ગયા વર્ષે જ બંને દેશો વચ્ચે ન્યુટ્રલ વેન્યુ પર રમવાની સમજૂતી થઈ હતી, જેનો હવે પાકિસ્તાન ભંગ કરી રહ્યું છે. ICC એ આ મામલે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

USA સામેની મેચ બનશે નિર્ણાયક

જો નેધરલેન્ડ સામેની પ્રથમ મેચ રદ થાય અને ભારત સામેની મેચ પાકિસ્તાન ન રમે, તો અમેરિકા (USA) સામેની મેચ તેમના માટે 'કરો યા મરો' જેવી બની જશે. નોંધનીય છે કે 2024 ના વર્લ્ડ કપમાં અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. જો આ વખતે પણ પાકિસ્તાન હારે અથવા વરસાદ પડે, તો તેઓ વર્લ્ડ કપમાંથી સત્તાવાર રીતે બહાર થઈ જશે.