Get The App

T20 World Cup : જો પાકિસ્તાન આજે હારશે તો... જાણો સુપર-8નું પોઇન્ટ ટેબલનું ગણિત

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
T20 World Cup : જો પાકિસ્તાન આજે હારશે તો... જાણો સુપર-8નું પોઇન્ટ ટેબલનું ગણિત 1 - image


ICC T20 World Cup 2026, Pakistan vs England : ટી20 વર્લ્ડકપના સુપર-8 ગ્રૂપમાં આજે પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાવાની છે. આ પહેલા સુપર-8માં પાકિસ્તાન-ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડવાના કારણે બંને ટીમોને એક-એક પોઇન્ટ આપી દેવાયો હતો, તેથી પાકિસ્તાન માટે આ મેચ સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે 'કરો કે મરો' સમાન બની ગઈ છે.

પહેલી મેચ ધોવાતા પાકિસ્તાનને એક પોઇન્ટ

ન્યૂઝીલૅન્ડ સામેની પાકિસ્તાનની પ્રથમ સુપર-8 મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે બંને ટીમને એક-એક પોઇન્ટ આપી દેવાયો હતો. હવે સેમીફાઇનલની આશા જીવંત રાખવા માટે પાકિસ્તાને ઇંગ્લૅન્ડ સામે જીત મેળવવી અત્યંત જરૂરી છે.

પાકિસ્તાન જીતે તો...

જો પાકિસ્તાન આ મેચ જીતી જાય છે, તો તેમના ત્રણ અંક થઈ જશે અને ત્યારબાદ શ્રીલંકા સામેની છેલ્લી મેચ જીતીને પાકિસ્તાન પાંચ અંક સાથે સેમીફાઇનલમાં પહોંચી શકે છે.

પાકિસ્તાન હારે તો...

જો પાકિસ્તાન આ મેચ હારી જાય છે અથવા ફરી વરસાદ નડતરરૂપ બને છે, તો તેમની કિસ્મત અન્ય ટીમોના પરિણામો અને નેટ રન રેટ પર નિર્ભર થઈ જશે. હારની સ્થિતિમાં પાકિસ્તાને આશા રાખવી પડશે કે ઇંગ્લૅન્ડની ટીમ ન્યૂઝીલૅન્ડને હરાવે.

આ પણ વાંચો : લગ્નની ખુશીઓ વચ્ચે કોના પર ભડક્યો શિખર ધવન? કહ્યું- હું મારા ભૂતકાળને બોજ નથી માનતો

મેચમાં વરસાદની શક્યતા માત્ર 2 ટકા

પલ્લેકેલેના મેદાન પર આ વખતે ક્રિકેટ ચાહકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન વરસાદની શક્યતા માત્ર 2 ટકા છે, જેનો અર્થ છે કે દર્શકોને પૂરેપૂરી 40 ઓવરની રમત જોવા મળી શકે છે. તાપમાન 25થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

પાકિસ્તાન માટે જમા પાસું

પાકિસ્તાની ટીમના કૅપ્ટન સલમાન અલી આઘા અને ટીમ શ્રીલંકાની પરિસ્થિતિ સારી રીતે જાણે છે. પાકિસ્તાને અત્યાર સુધીની પોતાની તમામ મેચો આ જ ટાપુ પર રમી હોવાથી સ્થાનિક પરિસ્થિતિનો ફાયદો મળી શકે છે. ખાસ કરીને પાકિસ્તાનનો સ્પિન એટેક ઇંગ્લૅન્ડના બેટ્સમેનો માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયામાંથી આ બે ખેલાડીઓને બતાવાશે બહારનો રસ્તો! પ્લેઈંગ-11માં ફેરફાર નક્કી