Get The App

પાકિસ્તાનની ફરી ફજેતી, એકબીજાનું મોઢું જોતા રહ્યા અને બોલ નીકળી ગયો, અમ્પયારનું રિએક્શન વાયરલ

Updated: Sep 1st, 2024

GS TEAM


Google News
Google News
Pakistan Vs Bangladesh


Pakistani Fielders Drop Catch Video: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ટીમ પહેલી ઈનિંગમાં 274 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમના ત્રણ બેટર્સે અર્ધસદી ફટકારી હતી. ત્રીજા દિવસના લંચ બ્રેક સુધી બાંગ્લાદેશે 6 વિકેટ ગુમાવી 75 રન બનાવ્યા હતા. જેમાં બાંગ્લાદેશની બેટિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના ખેલાડીઓની હાંસી ઉડાવવામાં આવી છે. 

પાકિસ્તાનના 3 ખેલાડી સાથે મળીને પણ બોલ રોકી શક્યા નહીં

પાકિસ્તાન બનામ બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ત્રીજા સેશનમાં પાકિસ્તાનના ખેલાડીઓએ ખરાબ ફિલ્ડિંગ કરી હતી. મીર હામજાના પ્રથમ બોલમાં બાંગ્લાદેશી બેટર શાદમાન ઈસ્લામે કોર્નર પર સ્લિમમાં ઉભેલા સઉદ શકીલના હાથમાંથી બોલ લપસી ગયો હતો. તેની બાજુમાં ઉભેલા સેમ અયૂબને લાગ્યું તે બોલ ઝીલી લેશે, પણ તે પણ નિષ્ફળ રહ્યો.

આ પણ વાંચોઃ એક ઓવરમાં છ સિક્સર, 20 ઓવરમાં 300 રન: એક જ મેચમાં બન્યા 5 મહારેકૉર્ડ

બાબર આઝમ પણ તે કેચ પકડવા આગળ કૂદ્યો હતો, પરંતુ ત્રણેય ખેલાડીઓ એક-બીજાના મોઢા જોતા રહ્યા, અને બોલ પકડી શક્યા નહીં. વાસ્તવમાં આ કેચ તદ્દન સરળ હતો. પરંતુ પાકિસ્તાની ફિલ્ડર્સે કેચ ન પકડી પોતાની ફજેતી કરાવી. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, મેદાનમાં એમ્પાયરને લાગે છે કે, કેચ પકડાઈ ગયો છે, પરંતુ બાદમાં તેમણે જોયું કે, બોલ છૂટી ગયો છે. અને તે પણ હસવા લાગ્યા. 

પાકિસ્તાનની ફરી ફજેતી, એકબીજાનું મોઢું જોતા રહ્યા અને બોલ નીકળી ગયો, અમ્પયારનું રિએક્શન વાયરલ 2 - image

Tags :